Wednesday, July 9, 2025
Homeરાજ્યજામનગરત્રણ દિવસના વિરામ બાદ જામનગરમાં કોરોનાનો એક કેસ નોંધાયો

ત્રણ દિવસના વિરામ બાદ જામનગરમાં કોરોનાનો એક કેસ નોંધાયો

રણજીતનગરમાં 60 વર્ષના વૃદ્વાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ: શહેરમાં અત્યાર સુધીમાં કુલ 162 કેસ અને 155 દર્દીઓ સાજા થયા

જામનગર શહેરમાં 3 દિવસના વિરામ બાદ ગઇકાલે કોરોનાનો એક કેસ નોંધાયો હતો. આ સાથે કોરોનાના કુલ કેસોની સંખ્યા 162 સુધી પહોંચી છે. હાલમાં 7 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે.

- Advertisement -

જામનગર શહેરમાં છેલ્લા 3 દિવસથી કોરોનાના એકપણ કેસ સામે ન આવતા રાહત હતી 3 દિવસના વિરામ બાદ ગઇકાલે સોમવારે જામનગર શહેરમાં કોરોનાનો એક પોઝીટીવ કેસ નોંધાયો છે. જામનગર શહેરમાં રણજીતનગર વિસ્તારમાં 60 વર્ષના વૃદ્વાનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને હોમ આઇશોલેટ કરવામાં આવ્યા છે. આ સાથે શહેરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 162 સુધી પહોંચી છે. જેમાંથી 155 દર્દીઓ સાજા થતાં ડીસ્ચાર્જ થઇ ચુકયા છે. હાલમાં 7 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. ગઇકાલે જામનગર શહેરમાં બે દર્દીઓ સાજા થતાં ડીસ્ચાર્જ કરાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular