ધ્રોલ તાલુકાના ખજુડી ગામના પાટીયા પાસેથી બેફિકરાઇથી આવતી કારના ચાલકે બાઇકને ઠોકર મારી હડફેટે લેતાં અકસ્માતમાં પ્રૌઢાનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
આ બનાવ અંગેની વિગત મુજબ ધ્રોલ તાલુકાના સગાડિયા ગામમાં રહેતાં જમનભાઇ વ્યાસ નામના પ્રૌઢ બુધવારે તેની જીજે-10-બીપી-7033 નંબરના બાઇક પર તેમની પત્ની નર્મદાબેન સાથે રાજકોટથી સગાડિયા તરફ આવતાં હતાં તે દરમ્યાન ધ્રોલ તાલુકાના ખજુડી ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યાર પુરઝડપે બેફિકરાયથી આવતી જીજે-10-ટીએકસ-9100 નંબરની કારના ચાલકે બાઇકને ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માતમાં બાઇકમાં પાછળ બેસેલાં નર્મદાબેન જમનભાઇ વ્યાસ(ઉ.વ.58) નામના પ્રૌઢાને શરીર અને માથામાં ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. જયારે બાઇક સવાર જમનભાઇને માથામાં અને નાકના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતની જાણના આધારે પીએસઆઇ એમ.એન.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.