જામનગર મહાનગરપાલિકાના ઈન્ચાર્જ સિકયોરીટી ઓફિસરને પાર્કિંગ વ્યવસ્થા અને ટાઉનહોલના અનઅધિકૃત ઉપયોગ મામલે ડેપ્યુટી કમિશનરે નોટિસ ફટકારી ખુલ્લાસો માગતા મહાનગરપાલિકાના કર્મચારી વર્ગમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

આ અંગેની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકામાં ઈન્ચાર્જ સિકયોરિટી ઓફિસર તરીકે ફરજ બજાવતા સુનિલ ભાનુશાળીને ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો હતો. આ નોટિસમાં સુનિલ ભાનુશાળીએ તેની ફરજ દરમિયાન મહાનગરપાલિકાના કમ્પાઉન્ડમાં વાહનોનું અવ્યવસ્થિત પાર્કિંગ તેમજ સ્ટાફ અને મુલાકાતીઓના વાહનો આડેધડ પાર્ક કરવામાં આવ્યા હતાં. જેના કારણે વાહનોની અવર-જવરમાં મુશ્કેલીઓ સર્જાતી હતી. મહાપાલિકાના કમ્પાઉન્ડમાં પાર્કિંગ અવ્યવસ્થા જળવાતા આવતા સ્ટાફ અને મુલાકાતીઓને વાહન ચલાવવામાં મુશ્કેલી પડતી હોવાથી ડે. કમિશનર દ્વારા ઈન્ચાર્જ સિકયોરિટી ઓફિસરને નોટિસ ફટકારી પાકિંગની વ્યવસ્થા મામલે ખુલાસો માંગવામાં આવતા મહાપાલિકાના કર્મચારી વર્ગમાં ફફડાટ ફેલાઈ ગયો છે.