Thursday, January 16, 2025
Homeરાજ્યગુજરાતગુજરાતમાં કોઇપણ સરકારી તબીબનું રાજીનામું નહી સ્વીકારાય, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

ગુજરાતમાં કોઇપણ સરકારી તબીબનું રાજીનામું નહી સ્વીકારાય, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

- Advertisement -

ગુજરાતમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે ત્યારે સરકાર દ્રારા વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ હોસ્પિટલમાં તબીબોની જરૂર હોવાથી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્રારા જણાવવામાં આવ્યું છે કે હાલ એક પણ સરકારી તબીબનું રાજીનામું સ્વીકારવામાં આવશે નહી. કેટલાક ગંભીર બીમારી જેવા કેટલાક ખાસ કિસ્સામાં જ તબીબોના રાજીનામાનો સ્વીકાર થશે.  છેલ્લા કેટલાક સમયથી નિવૃત થનાર ડોકટરોએ નિવૃત્તિ માટે પણ અરજી કરી છે.

- Advertisement -

કોરોનાના સતત વધી રહેલ સંક્રમણ વચ્ચે નીતિન પટેલ દ્રારા એક પણ ડોક્ટરનું રાજીનામું નહી સ્વીકારવાની જાહેરાત કરવામાં આવી છે. દર્દીઓને હાલ તબીબની જરૂર હોવાથી અને કોરોનાના વધી રહેલા કેસોના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈ પણ સંજોગોમાં ડોક્ટરનું રાજીનામું સ્વીકારવામાં અવશે નહી. કેટલાક ગંભીર બીમારીઓ ધરાવતા ડોકટરોના રાજીનામાં સ્વીકારવામાં આવશે. પરંતુ જે ડોકટરો સ્વસ્થ અને અને પ્રાઈવેટ પ્રેકટીસ કરવા માંગે છે તેમનું રાજીનામું સ્વીકારવામાં આવશે નહી. કેટલાક લોકોએ નિવૃત્તિ માટે અરજી કરી છે અને છેલ્લા બે ત્રણ મહિનામાં જે ડોકટરો નિવૃત થવાના હોય તેઓએ રાજીનામાં આપ્યા છે. પરંતુ કોવીડ-19 વચ્ચે આ ડોકટરોની જરૂર હોવાથી હાલ એકેયનું રાજીનામું સ્વીકારવામાં આવશે નહી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારી હોસ્પિટલોમાં કામ કરતા તબીબોને લઈને પણ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, કેટલાક ડોક્ટરોએ રાજીનામા મૂક્યા છે. મારા તરફથી અને આરોગ્ય વિભાગ દ્વારા આ રાજીનામા સ્વીકારાયા નથી. અમે બધા તબીબોને કહ્યું છે કે, જ્યા સુધી કોરોના સંક્રમણ પૂરુ ન થાય ત્યાં સુધી તેઓને નાગરિકોને હાલ સેવાની જરૂર છે. કોઈપણ ડોક્ટર કોઈ પણ કક્ષાના હશે તેમનુ રાજીનામુ રાજ્ય સરકાર મંજૂર નહિ કરે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular