Sunday, April 11, 2021
Homeરાજ્યજામનગરખાદી ખરીદી વોકલ ફોર લોકલનુ આહવાન કરતા સાંસદ પૂનમબેન માડમ

ખાદી ખરીદી વોકલ ફોર લોકલનુ આહવાન કરતા સાંસદ પૂનમબેન માડમ

- Advertisement -

આઝાદીકા અમૃત મહોત્સવમા ગાંધીજીના મુલ્યો ને સાકાર કરવા હ્રદયસ્થ કરવા જીવન નો એક હિસ્સો બનાવવાની પ્રેરણા અને આહવાન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી વોકલ ફોર લોકલનુ ફરી આહવાન કર્યુ જો કે કોરોના પીક સમય વખત થી જ વોકલ ફોર લોકલનુ પ્રધાનમંત્રીનું આહવાન સમગ્ર રાષ્ટ્ર એ હોંશે હોંશે ઝીલ્યુ છે ત્યારે સાબરમતી આશ્રમની ઐતિહાસીક ભૂમિ પરથી ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આહવાન કર્યુ. તે આહવાનને આદર આપવાની સાથે 12-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ એ ખાદીભંડારમાંથી ખાદીના શાલ તેમજ ડ્રેસ સહિતના વસ્રો ખરીદી ખાદી ને સન્માન આપ્યુ ભારતની પરંપરાને સન્માન આપ્યુ ખાદી વણાટ માટે એકાગ્રતાથી જહેમત ઉઠાવનાર ભાઇઓ બહેનો ને સન્માન આપ્યુ. તેમ સદકાર્યને બિરદાવતા સૌ સમર્થકોએ ઉત્સાહ પુર્વક જણાવ્યુ છે. સાથે સાથે સાંસદ પૂનમબેને આત્મનિર્ભર ભારત સાર્થક કરવા માટે ખાદી ખરીદી સહિત દરેક લોકલ-સ્થાનિક ઉત્પાદન ઉપયોગમા લેવા માટે સૌ ને આહવાન કર્યુ છે.

- Advertisement -

આ માત્ર ખરીદી જ નથી રાષ્ટ્ર પ્રત્યેના આદરની અભિવ્યક્તિ છે કેમ કે, ખાદી માત્ર એક વસ્ર જનહી વિચારધારા છે, સ્વદેશી ગૌરવ અને એકાગ્ર શ્રમ તેમજ સાદગી સાથે વિવિધતાનો સુખદ અનુભવ કરાવનાર ખાદી સમય સાથે તેના અનેક શ્રેષ્ઠસ્વરૂપે લોકભોગ્ય પુરવાર થઇ રહી છે. તેવી ભારતની આગવી ઓળખને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમએ સન્માન પુરૂ પાડ્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular