Saturday, June 14, 2025
Homeસમાચારરાષ્ટ્રીય20 લાખના ઘરેલુ પર્સ વાંદરાએ છીનવી લીધું : ‘ફ્રુટીની લાલચ પણ કામ...

20 લાખના ઘરેલુ પર્સ વાંદરાએ છીનવી લીધું : ‘ફ્રુટીની લાલચ પણ કામ ન આવી’

વ્રજમાં વાંદરાઓ ખૂબ જોવા મળે છે. ત્યારે તે અવારનવાર વૈષ્ણવોનો સામાન છીનવી લેવાના કિસ્સાઓ પણ સાંભળવા મળે છે. ચશ્માવાળા લોકોએ પોતાની ચશ્માની ફ્રેમને ખાસ સાચવવી પડે છે. તો વળી હાથમાં રાખેલા સામાનને પણ ચુસ્ત રીતે પકડી રાખવો પડે છે ત્યારે તાજેતરમાં જ વૃંદાવનમાં વાંદરાએ એક પર્સ ઝુંટી લીધું હતું. જેમાં 20 લાખના ઘરેણાં હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

વૃંદાવન સ્થિત બાંકે બિહારી મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેનાથી ભક્તો અને સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે. દર્શનાર્થે આવેલા અભિષેક અગ્રવાલનું પર્સ એક વાંદરાએ છીનવી લીધું અને ભાગી ગયો હતો. જ્યારે એવું માલુમ પડયુંછ કે, પર્સમાં લગભગ રૂા. 20 લાખના ઘરેણાં હતાં.

અભિષેક અગ્રવાલ તેના પરિવાર સાથે મંદિરમાં દર્શન કરી રહ્યાં હતાં. ત્યારે આ ઘટના બની હતી. પર્સમાં ચેઇન, બ્રેસલેટ, કાનની બૂટી અને અન્ય કિંમતી ઘરેણાં હતાં. પરિવારે તરત પોલીસને જાણ કરી મંદિર આસપાસના લોકો અને પોલીસ તાત્કાલિક સક્રિય થઇ ગયા અને વાંદરાને શોધવાનું શરૂ કર્યું. લગભગ બે કલાકની મહેનત બાદ મંદિરની પાછળના વિસ્તારમાં પર્સ ઝાડીમાંથી મળી આવ્યું હતું. સદનસીબે પર્સના દાગીના સુરક્ષિત હતા. પોલીસે અભિષેકને પર્સ સોંપ્યું અને સૌએ રાહતનો શ્વાસ લીધો.

- Advertisement -

સ્થાનિક લોકોનું કહેવું છે કે, મંદિર વિસ્તારમાં વાંદરાનો સતત ત્રાસ વધતો રહ્યો છે. તે અવારનવાર મોબાઇલ ફોન, ચશ્મા, ખાદ્યસામગ્રી ઝૂંટવી લે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular