Friday, September 18, 2026
Homeરાજ્યગુજરાતધારાસભ્યોએ કોરોનાની સારવાર માટે 50 લાખની ગ્રાન્ટ ફાળવવી ફરજિયાત

ધારાસભ્યોએ કોરોનાની સારવાર માટે 50 લાખની ગ્રાન્ટ ફાળવવી ફરજિયાત

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય

ગુજરાતમાં કોરોના વાઇરસ વકરી રહ્યો છે ત્યારે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જનતા લક્ષી નિર્ણય લઇ રાજ્યના તમામ ધારાસભ્યોએ કોરોનાની સારવાર માટે ઓછામાં ઓછાં 50 લાખની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -

કોવિડ-19 સારવારની અદ્યતન સાધનો-મશીનરી ખરીદવા માટે રાજ્યના દરેક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછાં 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફરજિયાત ફાળવવાની રહેશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં આ નિર્ણય કરાયો છે. ધારાસભ્ય પોતાના મત વિસ્તારની જિલ્લા સિવિલ હોસ્પિટલ-સામૂહિક આરોગ્ય કેન્દ્ર-સબ ડ્રીસ્ટ્રીકટ હોસ્પિટલ માટે પણ કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-સારવાર સાધન-સામગ્રી માટે ગ્રાન્ટ વાપરી શકશે. આ ઉપરાંત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ – સેવાભાવથી અને નહીં નફો નહીં નુકશાનના ધોરણે ચાલતી હોય તેવી હોસ્પિટલો માટે પણ કોવિડ-19ની સ્થિતિમાં રૂ.પ0 લાખની મર્યાદામાં ટ્રસ્ટના ફાળા વિના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અદ્યતન સાધન-સામગ્રીની ખરીદી થઇ શકશે.

ધારાસભ્યો પોતાની સંપૂર્ણ ગ્રાન્ટ પણ આવા આરોગ્ય સાધનો-ખરીદી માટે આપી શકશે. મહત્વનું છે કે વર્ષ 2021-22ની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવતા કામો માટે જ આ જોગવાઇઓ રહેશે.

- Advertisement -

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં થયેલા નિર્ણય અનુસાર રાજ્યના જનપ્રતિનિધિઓએ આ રકમમાંથી સિવિલ હોસ્પિટલો, અન્ય સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ તેમજ મહાનગરપાલિકા-નગરપાલિકા સંચાલિત હોસ્પિટલો દવાખાનાઓમાં કોરોના-19ની પ્રવર્તમાન સ્થિતિમાં તેની સારવાર-નિયંત્રણના અદ્યતન સાધનો-મશીનો ખરીદવા માટે ઓછામાં ઓછા રૂ. 50 લાખ ફરજિયાત ફાળવવાના રહેશે. મુખ્યમંત્રીએ એવો ઉદાત્ત અભિગમ પણ અપનાવ્યો છે કે, સરકારી-સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સંચાલિત હોસ્પિટલ-દવાખાનાની જરૂરિયાતોને ધ્યાનમાં લઇને આ જરૂરિયાત અનુસાર ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ફાળવવાની થતી રકમ માટે કોઇ પણ રકમની મર્યાદા લાગુ પડશે નહી. ધારાસભ્યોની ઓછામાં ઓછી રૂ. 50 લાખની આ ગ્રાન્ટમાંથી જે સાધન-સામગ્રી કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અને સારવાર માટે ખરીદી શકાશે તેમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર- 10 લીટર, હાઈ ફ્લો ઓક્સિજન થેરાપી ડિવાઇસ, બાઇ-પેપ મશીન, મલ્ટી પેરા મોનિટર, સિરિંજ ઇન્ફ્યુઝન પમ્પ (10,20,50 એમ.એલ), લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક (6000 લીટર) અને પ્રેશર સ્વિંગ એબ્ઝોર્પશન -પી.એસ.એ. ઓક્સિજન જનરેશન યુનિટ (250 અને 500 લીટર) નો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે સુચવ્યું છે કે, આ ખકઅ ગ્રાન્ટની જોગવાઇઓ કોવિડ-19 ની વિશિષ્ટ પરિસ્થિતિમાં માત્ર વર્ષ 2021-22 માટે મંજુર કરવામાં આવતા કામોને જ લાગુ પડશે. આ ઉપરાંત આવા કામોના અમલીકરણ-ખરીદી માટે નિયત અમલિકરણ કચેરીઓએ તેમના સંબંધિત વિભાગના પ્રવર્તમાન નીતિ-નિયોનું પાલન કરવાનું રહેશે. ધારાસભ્ય ફંડમાંથી કામો મંજુર કરી તેના અમલીકરણ બાબતે રાજ્ય સરકારની અન્ય પ્રવર્તમાન જોગવાઇઓ યથાવત રાખવામાં આવી છે.

- Advertisement -

મુખ્યમંત્રીની અધ્યક્ષતાની આ કોર કમિટિની બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્ય સચિવ અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવો પંકજકુમાર, ડો. રાજીવકુમાર ગુપ્તા, એમ. કે. દાસ અને આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિ સહિત વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular