Wednesday, November 12, 2025
Homeરાજ્યહાલારમાનેલા ભાઇને રાખડી બાંધવા જવાનું કહી પરીણિતા ગૂમ

માનેલા ભાઇને રાખડી બાંધવા જવાનું કહી પરીણિતા ગૂમ

લાલપુર તાલુકાના નવાગામમાં રહેતી પરીણિતા પોતાના ભાઇને રાખડી બાંધવા જવાનું કહીને લાપત્તા થયાની પોલીસમાં ગૂમનોંધ કરાવતા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં નવાગામમાં રહેતી ગીતાબેન કમલેશભાઇ ભટ્ટ નામની 36 વર્ષની પરીણિતા તા. 06-08-2025ના દિવસે દરેડ ગામમાં પોતાના માનેલા ભાઇ કાનાભાઇ તુલસીભાઇ પટેલના ઘરે રક્ષાબંધનની રાખડી બાંધવા માટે જવાનું કહી ઘરેથી નીકળી હતી. જે પરત ફરી ન હતી. આ અંગે કમલેશભાઇ ભટ્ટ દ્વારા મેઘપર પડાણા પોલીસમાં જાણ કરાતા પોલીસે ગૂમ નોંધ કરી આ પરીણિતાની શોધખોળ હાથ ધરી હતી. ગુમ થનારે ગુલાબી કલરની સાડી પહેરેલ છે. વાને ઘઉંવર્ણો વાન તથા આશરે પાંચ ફુટની ઉંચાઇ છે. અને જમણા હાથના કાંડા ઉપર ‘ૐ’ ત્રોફાવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular