જામનગર શહેરના દરબારગઢ પાસે દુકાને કામ કરતી વખતે આધેડ અચાનક બેશુદ્ધ થઇ જતાં હોસ્પિટલ ખસેડાયા હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
આ અંગેની વિગત મુજબ જામનગરના બારદાનવાલા કોમ્પ્લેક્સ રૂમ નંબર 108માં રહેતા પારસ રજનીકાંત શેઠ (ઉ.વ.52) નામના આધેડ ગત્ તા. 09 જુલાઇના રોજ રાત્રિના સમયે દરબારગઢ સર્કલ, ભાવિક બાંધણી નામની દુકાને કામ પર હતા. દરમ્યાન અચાનક તબિયત ખરાબ થતાં બેશુદ્ધ થઇ ગયા હતા. તેમને તાત્કાલિક 108 મારફતે સારવારઅર્થે જી. જી. હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમની સારવાર કારગત ન નિવડતા તા. 13ના બપોરના સમયે તેમનું મૃત્યુ નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે ભાવિકભાઇ ત્રિલોકભાઇ સોલાણી દ્વારા સિટી ‘એ’ પોલીસને જાણ કરાતા હે.કો. આર. એ. જાડેજા સહિતના સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહને પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


