ચોમાસાની ઋતુ જાણે ગુજરાતમાં બરાબર જામી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘવર્ષા થઇ રહી છે ત્યારે ગુજરાતના 159 તાલાકુમાં ધોધમાર વરસાદ થયો હતો જેમાં નજર કરીએ તો જોડિયા, મેંદરડા, અમીરગઢ, કેસોદમાં અને કાલાવડમાં ધબધબાટી બોલાવી છે. જયારે આજે પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
રાજ્યના જુદા જુદા વિસ્તારોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જોડીયામાં 7.17 ઇંચ, મેંદરડામાં 5.7 ઇંચ, અમીરગઢમાં 5.0, કેસોદમાં 4.9 ઇંચ, કાલાવડમાં 4.6 ઇંચ વરસાદ નોંધાયો છે જયારે હવામાન વિભાગે આજે પણ વરસાદની આગાહી કરતા અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલમાં ભારે વરસાદ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, ડાંગ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, છોટા ઉદેપુર, નર્મદા જીલ્લામાં યલ્લો એલર્ટ જાહેર કર્યું છે.
જયારે હજુ પણ બે દિવસ એટલે કે 24 થી 25 પણ કેટલાય જીલ્લાઓમાં હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે તો 26 થી 28 જુન સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.