Wednesday, July 9, 2025
Homeરાજ્ય10 વર્ષની બાળકીને તાવ આવ્યા બાદ મૃત્યુ

10 વર્ષની બાળકીને તાવ આવ્યા બાદ મૃત્યુ

કાલાવડ તાલુકાના ચારણ પીપળિયા ગામનો બનાવ : 5-7 દિવસથી તાવ બાદ વધુ તાવ ચડતા બેભાન : સારવારમાં હોસ્પિટલ ખસેડાતા તબીબો દ્વારા મૃત્યુ નિપજ્યાનું જાહેર : પોલીસ દ્વારા વધુ તપાસ

કાલાવડ તાલુકાના ચારણ પીપળિયા ગામે 10 વર્ષની બાળકીને તાવ આવતો હોય, બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડાતા તબીબોએ મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ચારણ પીપળિયા ગામે રહેતી શર્મીલાબેન વેરસિંહભાઇ તંમર નામની 10 વર્ષની બાળકીને છેલ્લાં 5-10 દિવસથી ખૂબ જ તાવ આવતો હોય. દરમિયાન ગત તા.21 જૂનના રોજ રાત્રિના સમયે ખૂબ જ તાવ ચડતા બેભાન જેવી થઈ જતા કાલાવડ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઇ જવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે વેરસિંહભાઈ દ્વારા પોલીસને જાણ કરતા કાલાવડના હેકો વી.જે. જાદવ સહિતનો સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular