જામનગર તાલુકાના લાલપુર પંથક સહિતના અમુક વિસ્તારોમાં દીપડો દેખાવાની ઘટના સમયાંતરે બનતી હોય છે દીપડો દેખાતા પંથકમાં ફફડાટ ફેલાય જાય છે ત્યારે હાલમાં જ લાલપુરના ખટીયા નજીક દીપડો દેખાતા વન વિભાગ દ્વારા દિપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર પંથકમાં દીપડો દેખાવાની ઘટના સામાન્ય બની ગઇ છે તેમાં પણ ખાસ કરીને લાલપુર, જામજોધપુર તથા દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સમયાંતરે દીપડો દેખાય છે અને આ દીપડાને ઝડપી લેવા માટે વન વિભાગ એકટીવ બની જાય છે ત્યારે બે દિવસ પહેલા જ જામનગરના લાલપુર તાલુકાના ખટીયા ગામ નજીક વાડી વિસ્તારમાં દીપડો નજરે પડતા આજુબાજુના ગ્રામજનોમાં ભય ફેલાઇ ગયો હતો. ખટીયા નજીક હાઇવે પર દેખાયેલા દીપડાનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં આજુબાજુના વિસ્તારોમાં ભયની સાથે ફફડાટ પણ ફેલાઇ ગયો હતો. આ વિડીયોના કારણે વન વિભાગની ટીમ દ્વારા દીપડાના સગડ કયાં વિસ્તારમાં જોવા મળ્યા છે તેની તપાસ કરી દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી હતી.
View this post on Instagram


