ધ્રોલના સગાડિયા ગામે રહેતા યુવાનને કેન્સરની બિમારી હોય પોતાના ઘરે ઉલ્ટીઓ થવા લાગતાં ધ્રોલ સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમનું મૃત્યુ નિપજયાનું જાહેર કર્યું હતું. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સગાડિયા ગામમાં રહેતા લાખાભાઇ આયદનભાઇ મકવાણા (ઉ.વ.38) નામના યુવાનને અગાઉ કેન્સરની બિમારી થઇ હતી. ઓપરેશન કરી તેની જીભ દૂર કરી નાખવામાં આવી હતી. તે કંઇ બોલી શકતો ન હતો. દરમ્યાન તા. 16ના સાંજે પોતાની વાડીએથી ઘરે આવી ઉલ્ટીઓ કરવા લાગતાં ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના તબીબોએ તેનું મૃત્યુ નિપજયાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે રમેશભાઇ આયદનભાઇ મકવાણાએ જાણ કરતા હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી આદરી હતી.


