Friday, June 19, 2026
Homeરાજ્યહાલારકરિયાવર અંગે પરિણીતા ઉપર સસરાનો છરી વડે હુમલો

કરિયાવર અંગે પરિણીતા ઉપર સસરાનો છરી વડે હુમલો

ખંભાળિયામાં રહેતી પરિણીતાને કરિયાવર બાબતે બોલાચાલી કરી બિભત્સ ગાળો કાઢી છરી વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ખંભાળિયામાં સોનલ માતાજીના મંદિર પાસે રહેતા અરુણાભા યશરાજસિંહ દિલુભા ચુડાસમા (ઉ.વ.25) નામના મહિલાને દિલુભા હરિસિંહ ચુડાસમાએ “તું કંઈ કરિયાવર લઈ આવેલ નથી.” તેમ કહીને બિભત્સ ગાળો કાઢી, પોતાની પાસે રહેલી છરી વડે હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગેની જાણ કરાતા પોલીસે દિલુભા વિરૂઘ્ધ હુમલાની કલમનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular