Tuesday, May 26, 2026
Homeરાજ્યહાલારખંભાળિયાના યુવાન પર બે શખ્સોનો છરી વડે હુમલો

ખંભાળિયાના યુવાન પર બે શખ્સોનો છરી વડે હુમલો

ખંભાળિયામાં રહેતા યુવાન ઉપર બે શખ્સોએ બેફામ માર મારી છરી વડે હુમલો કરતા પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવા પામી છે.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ ખંભાળિયાના નવાનાકા વિસ્તારમાં રહેતા ગૌતમભાઈ ઉર્ફે ગોટીયો ખીમજીભાઈ ડોરૂ (ઉ.વ. 33) નામના યુવાન સાથે કોઈ દેખીતા કારણ વગર બોલાચાલી કરી અને બિભત્સ ગાળો કાઢી, આ જ વિસ્તારમાં રહેતા અશોક કટારીયા અને હિતેશ કટારીયા નામના બે શખ્સોએ બેફામ માર મારી, છરી વડે હુમલો કરતા લોહી લોહાણ હાલતમાં તેમને 17 ટાંકા આવ્યા હતા.

આ બનાવ અંગે ગૌતમભાઇએ જાણ કરતાં પોલીસે અશોક અને હિતેષ વિરૂઘ્ધ બેફામ માર મારી, ઈજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે બી.એન.એસ. અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular