Saturday, April 20, 2024
Homeરાજ્યગુજરાતરાજયમાં લગ્ન પ્રમાણપત્ર હવે ઓનલાઇન જ મેળવી શકાશે

રાજયમાં લગ્ન પ્રમાણપત્ર હવે ઓનલાઇન જ મેળવી શકાશે

સરકાર દ્વારા ઓફલાઇન પ્રક્રિયા બંધ કરવામાં આવી

- Advertisement -
ગુજરાતમાં હવે લગ્ન નોંધણીના પ્રમાણપત્રની ખરી નકલ હવે ઘરે બેઠા ઓનલાઈન ઉપલબ્ધ કરાવાશે. આ અંગે ગાંધીનગરના લગ્નોના રજીસ્ટ્રાર જનરલ- નોંધણી સર નિરીક્ષક દ્વારા પ્રેસ રીલિઝમાં જણાવાયું છે. આ સાથે ઓફલાઈન પ્રક્રિયા ફરજિયાતપણે બંધ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજય સરકારના આ નિર્ણયથી નાગરિકોને સંબંધિત કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘેર બેઠા ઓનલાઇન ઇ-પેમેન્ટ કરીને રાજય સરકારની મહેસૂલ વિભાગની વેબસાઈટ http://stampsregistration gujarat.gov.in અથવા https://garvibeta.gujarat.gov.in ઉપર ઉપલબ્ધ ઓનલાઈન સર્વિસમાં જરૂરી ડેટા એન્ટ્રી કરી કચેરી ખાતે જમા લગ્ન સર્ટિફિકેટની ઉપલબ્ધ રેકર્ડ આધારિત ખરી નકલ ઓનલાઈન મેળવી શકાશે નોંધનિય છે કે, ઓનલાઇન અરજી માટે http://stampsregistration gujarat.gov.in  વેબસાઈટ પર માર્ગદર્શિકા ઉપલબ્ધ છે. રાજય સરકારના આ મહત્વના પ્રજાલક્ષી નિર્ણયથી મોટી સંખ્યામાં નાગરિકોને લાભ મળશે તેમ વધુમાં જણાવાયું છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં ધી ઇન્ડિયન ક્રિશ્ચિયન મેરેજ એક્ટ 1872 હેઠળ નોંધણી થયેલા અસલ લગ્ન સર્ટિફિકેટ નોંધણી સર નિરીક્ષક ગાંધીનગરની કચેરીમાં જમા થાય છે. આ કાયદા હેઠળ નાગરિકો દ્વારા લગ્ન નોંધણીના સર્ટિફિકેટની ખરી નકલ મેળવવા નોંધણી સર નિરીક્ષક કચેરી, ગાંધીનગર ખાતે રૂબરૂ આવવું પડતું હતું. આ નિર્ણયથી નાગરિકોના સમય અને રૂપિયા બંનેની બચત થશે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular