Monday, October 14, 2024
Homeરાજ્યજામનગરજામનગર એરફોર્સમાં ઝાડ કાપતાં સમયે પટકાયેલાં યુવાનનું મોત

જામનગર એરફોર્સમાં ઝાડ કાપતાં સમયે પટકાયેલાં યુવાનનું મોત

ડાળી તૂટતાં યુવાન પટકાયો : જી.જી.હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી : લાલપુરના ડબાસંગમાં હ્રદયરોગના હુમલાથી યુવાનનું મૃત્યુ

- Advertisement -

જામનગર શહેરમાં આવેલાં એરફોર્સ વિસ્તારમાં કવાટરમાં ઝાડ કાપતાં સમયે ડાળી તૂટી જતાં નીચે પટકાતાં ઇજાગ્રસ્ત થયેલાં યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં રહેતાં યુવાને હ્રદય રોગનો હુમલો આવતાં જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં આવેલાં અરેફોર્સ-1માં ઓફિસર સર્વન્ટ કવાટર નજીક મંગળવારે સાંજના સમયે અલ્પેશ મહેશભાઇ વાધેલા (ઉ.વ.28) નામનો યુવાન ઝાડની ડાળીઓ કાપતો હતો તે દરમ્યાન ઝાડની ડાળી અકસ્માતે તુટી જતાં યુવાન નીચે પટકાયો હતો. પટકાયેલા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ થતાં હેકો. એચ.એ.પરમાર તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ લાલપુર તાલુકાના ડબાસંગ ગામમાં રહેતાં આશિષભાઇ લાલજીભાઇ દોઢિયા (ઉ.વ.42) નામના યુવાન વેપારીને મંગળવારે સવારના સમયે તેના ઘરે છાતીમાં દુખાવો થવાથી સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેમનું સારવાર કારયત નિવડે તે પૂર્વે મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગેની કૌશલભાઇ દોઢિયા દ્વારા જાણ કરાતાં હેકો.ટી.બી.જાડેજા તથા સ્ટાફે મૃત્દેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular