Saturday, October 12, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છધ્રોલ તાલુકાના દેડકદડ નજીક તબિયત લથડતાં યુવાનનું મોત

ધ્રોલ તાલુકાના દેડકદડ નજીક તબિયત લથડતાં યુવાનનું મોત

મહારાષ્ટ્રથી ટ્રકમાં આવતાં સમયે ઉલટી થઇ : પડધરી અને ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

- Advertisement -

મહારાષ્ટ્રમાં રહેતો યુવાન તેના વતનમાંથી ટ્રક દ્વારા ગુજરાત આવતો હતો તે દરમ્યાન જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર દેડકદડ નજીક પહોંચ્યો ત્યારે ઉલટી થવાથી પડધરી અને ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જયાં તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ મહારાષ્ટ્રના ઉસ્માનાબા જિલ્લાના કલમ્બા તાલુકાના બારમાચિવાડી ગામમાં રહેતો અને ડ્રાઇવિંગ કરતો આશિષ બહારવભાઇ સોનવાણી (ઉ.વ.27) નામનો યુવાન મંગળવારે રાત્રીના સમયે ટ્રકમાં ગુજરાત આવતો હતો અને તે દરમ્યાન જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ તાલુકાના દેડકદડ ગામ નજીક હોટલ પાસે પહોંચ્યો ત્યારે રસ્તામાં ઉલટી અને ઉધરસ થવાથી તબિયત લથડતાં સારવાર માટે પડધરીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેની હાલત ગંભીર જણાતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃત્કના પિતા બહારવભાઇ દ્વારા જાણ કરતાં એએસઆઇ એમ.પી.મોરી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular