જામનગર તાલુકાના ફલ્લાથી ખિલોસ જવાના માર્ગ પરથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની બોટલ મળી આવતા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ફલ્લાથી ખિલોસ જવાના માર્ગ પરથી પસાર થતા સમીર સુલેમાન સમા નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી દારૂની એક બોટલ તથા 750 એમ એલ પ્લાસ્ટિકની બોટલમાં ભરેલા દારૂ સહિત એક હજારની કિંમતના દારૂના જથ્થા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.