Thursday, March 28, 2024
Homeરાજ્યજામનગરઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતું એલસીબી

ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલતું એલસીબી

બે દિવસ પહેલાં જૈન વેપારીના ડિવાઈસની ચોરી : તસ્કર અને ચોરાઉ માલ ખરીદનાર ધ્રોલના વેપારીની ધરપકડ : આ કોમ્પલેક્ષમાં થયેલી બે ચોરીનો ભેદ ઉકેલાયો

- Advertisement -

જામનગર શહેરમાં પંચેશ્ર્વરટાવર પાસે આવેલા ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષની અગાસીમાં વેપારી યુવાન દ્વારા લગાડેલા રૂા.85 હજારની કિંમતના જુદી જુદી કંપનીના 11 ડીવાઈસની ચોરીના બનાવમાં એલસીબીની ટીમે બે તસ્કરોને દબોચી લઇ તેમની પાસેથી ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં પંચેશ્ર્વરટાવર પાસે આવેલા ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષની અગાસીમાં સંકિત કાંતિભાઈ માલદે નામના વેપારી યુવાને રૂા.85,000 ની કિંમતના 11 ઈન્ટરનેટ ડીવાઈસ લગાડયા હતાં. આ ડીવાઈસ અજાણ્યા શખ્સો બે દિવસ પહેલાં ચોરી કરી ગયાની ફરિયાદ સિટી એ ડીવીઝનમાં નોંધાવી હતી. દરમિયાન એલસીબીના સંજયસિંહ વાળા, હિતેન્દ્રસિંહ જાડેજા, દિલીપ તલાવડિયાને મળેલી બાતમીના આધારે લાલવાડી નવા આવાસ બ્લોક નં.403 માં રહેતાં ઈમરાન કાસમ સુમરાના મકાનમાંથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે તલાસી લેતા મકાનમાંથી રૂા.36,000 ની કિંમતના ઈન્ટરનેટ ડીવાઈસ કબ્જે કર્યા હતાં.

તેમજ તસ્કરે ધ્રોલની સુપરમાર્કેટમાં આવેલા ટેક ટુ મી ઈન્ટરનેટ નામની દુકાન ધરાવતા ચિરાગ નરેશ પુજારાને વેંચી નાખ્યા હોવાની કેફીયત આપતા એલસીબીની ટીમે ચિરાગની દુકાનમાંથી છ નંગ ક્ધવર્ટર તથા ત્રણ નંગ સ્વીચ, બે રાઉટર સહિત રૂા.7100 ની કિંમતનો મુદ્ામાલ કબ્જે કરી ચિરાગ અને ઈમરાન સુમરા નામના બે શખ્સોની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા ઈમરાને ચાર માસ અગાઉ ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષની છત પર લગાડેલું જીટીપીએલ કંપનીનું ઓએલટી ડીવાઈસ અને જૈન વેપારીએ લગાડેલા ઈન્ટરનેટ ડિવાઈસની ચોરી આચર્યાની કેફીયત આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular