જામનગર શહેરના પાણીની જીવાદોરીસમાન રણજિતસાગર ડેમમાં અવારનવાર ગેરકાયદેસર માછીમારી થતી હોય છે.
આ માછીમારી અટકાવવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે. દરમ્યાન રણજિતસાગર ડેમમાં માછીમારીની જાળ પાથરવામાં આવી હોવાની બાતમી મળતા જામનગર ફાયર વિભાગની ટીમે ડેમ સાઇટ ઉપર પહોંચી જઇ પાણીમાંથી માછીમારી કરવાની વિશાળ જાળ કબ્જે કરી જાળમાં ફસાયેલી માછલીઓને મુક્ત કરવામાં આવી હતી.
View this post on Instagram


