જામનગર શહેરના ગીચ વિસ્તાર એવા બર્ધન ચોકને લગત રોડ પર અનેક રેંકડી અને પથ્થારાવાળાઓ વર્ષોથી અડીંગો જમાવીને બેઠા છે ત્યારે આ પથ્થારાવાળાને હટાવવા માટે મહાનગરપાલિકા દ્વારા અવાર-નવાર દબાણહટાવ કામગીરી કરવામાં આવે છે પરંતુ, કામગીરી કર્યાના થોડાક જ કલાકોમાં ફરીથી દબાણ યથાવત સ્થળે ગોઠવાઇ જાય છે. પરંતુ આશ્ર્ચર્યજનક બાબત એ છે કે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા વારંવાર આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ તેનું નિરાકરણ કાયમી માટે કરવામાં આવતું નથી. દરમિયાન આજે સવારે મહાનગરપાલિકાના આસી. કમિશનર મુકેશ વરણવાના નેજા હેઠળ એસ્ટેટ શાખાની ટીમ દ્વારા ફરીથી દિપક ટોકીઝથી દરબારગઢ સુધીના રોડ પર રહેલા રેંકડીવાળાઓ અને પથ્થારાવાળાઓને હટાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત મહાનગરપાલિકાની ટીમે રેંકડી અને પથ્થારાવાળાઓને હટાવી હાજર દંડની વસુલાત પણ કરવામાં આવી હતી.
View this post on Instagram


