Homeરાજ્યહાલારનોઝલ ખોલવા જતાં ઝેરી દવા પી જતાં ખેતમજૂરનું મોત

નોઝલ ખોલવા જતાં ઝેરી દવા પી જતાં ખેતમજૂરનું મોત

લાલપુર તાલુકાના મોટા ખડબા ગામની સીમમાં બનાવ : સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો : સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

લાલપુર તાલુકાના મોટા ખડબા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરીકામ કરતાં યુવાને પંપની નોઝલ મોઢા વડે ખોલવા જતાં ઝેરી દવાના ઘૂંટડાં પી જતાં તબિયત લથડતાં સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.
બનાવની વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના ઇન્દૌરના પાલદા ગામનો વતની અને હાલ લાલપુર તાલુકાના મોટા ખડબા ગામની સીમમાં આવેલી લગધીરસિંહ જાડેજાના ખેતરમાં મજૂરીકામ કરતો મનોજભાઇ માધવસિંગ મેહડા (ચૌહાણ) (ઉ.વ.47) નામનો યુવાન ગત્ તા. 11 નવેમ્બરના રોજ સવારે 11.00 વાગ્યાના અરસામાં ભાગમાં વાવેલ જમીનમાં તૂવેરના પાકમાં પંપ વડે દવાનો છંટકાવ કરતો હતો. ત્યારે નોઝલમાંથી દવા ન નીકળતાં ખેતમજૂરે પંપની નોઝલ મોઢા વડે ખોલતાં પંપમાંથી દવાના બે-ત્રણ ઘૂંટડા ભૂલથી પી જતાં ખેતમજૂરની તબિયત લથડી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમ્યાન ગઇકાલે તા. 27ના મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકની પત્ની સંગીતાબેન દ્વારા જાણ કરાતાં હે.કો. એમ.એન. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular