Homeરાજ્યજામનગરરાષ્ટ્રીય કક્ષાએ બ્રેઇનીની સ્પર્ધામાં ઝળકતા જામનગરના વિદ્યાર્થીઓ

રાષ્ટ્રીય કક્ષાએ બ્રેઇનીની સ્પર્ધામાં ઝળકતા જામનગરના વિદ્યાર્થીઓ

એશ્યોર એકેડેમીના વિદ્યાર્થીઓની સિઘ્ધી : 9 વર્ષનો બાળક નેશનલ નંબર નીન્જા બન્યો

બ્રેઇનીની 9મી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા તા.1 નવેમ્બરના રાજકોટના વિવાતા બેન્કવેટ હોલ, મવડી-પાલ રોડ ખાતે યોજાઇ હતી. જામનગરનું સૌથી જૂનું આલોહા અને બ્રેઇની સેન્ટર-એશ્યોર એકેડેમીના 46 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમાંથી 18 વિદ્યાર્થીઓએ પુરસ્કારો મેળવ્યા છે. સાથે સાથે, 9 વર્ષીય વિદ્યાર્થી આર્ય જોશીએ જીત્યો રાષ્ટ્રીય નંબર નીન્જાનો ખિતાબ, જે જામનગર માટે એક વધુ ગૌરવની ક્ષણ છે. તેમણે પોતાની અસાધારણ માનસિક ગણતરી ક્ષમતા, ઝડપ અને ચોકસાઇના આધારે નંબર નીન્જા સ્પર્ધાના એડિશન એન્ડ સબ્ટ્રેકશન વિભાગમાં રાષ્ટ્રીય નંબર નીન્જાનો ખિતાબ જીતીને વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી. તેમની આ સિદ્ધિ બદલ એવોર્ડ સમારોહમાં તેમને વિશેષ રોકડ ઇનામ રૂા.10,000 થી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અદભૂત સફળતા માત્ર એશ્યોર એકેડેમી માટે જ નહીં, પણ દરેક પેરન્ટસ, ભાગ લેનાર વિદ્યાર્થીઓ, તેમની શાળા અને સમગ્ર જામનગર માટે ગર્વની વાત છે. વિદ્યાર્થીઓએ છેલ્લા એક મહિનાથી કઠોર મહેનત કરી છે. નવરાત્રિ પર્વ અને સ્કૂલના પરિક્ષાના સમયગાળા છતાં, વિદ્યાર્થીઓ પોતાના કઠોર અભ્યાસ કાર્યક્રમમાં અડગ રહ્યા તેમના પરિશ્રમ અને સમર્પણ સાર્થક થયું છે.

વિદ્યાર્થીઓએ વિજેતા, પ્રથમ રનર-અપ, દ્વિતીય રનર-અપ અને તૃતીય રનર-અપના ટાઇટલ મેળવ્યા છે તેમાં વિજેતા થનાર વિધાર્થીઓમા અવિનાશ કૃષ્ણાની (BASB PRE STAGE) અને વિરાજ કનખરા (BASB STAGE – 3), પ્રથમ રનર-અપ: શ્રેયન ચંદરિયા (MASR LEVEL – 7), યાના કાનાણી (BASB STAGE – 1), આરવ ચંદરિયા (BASB STAGE – 4) અને વેદાંશ માંડવિયા (BAAD STAGE -6), દ્વિતીય રનર-અપ: ક્રિષ્ન દુધાગરા (BASB PRE STAGE), દ્વિજા ખટ્ટર (BAJR PRE STAGE), ધર્મ ડોબરિયા (BAJR STAGE – 1) અને નિશ્ચય ગજેરા (BAJR STAGE – 4), તૃતીય રનર-અપ: હર્ષાલી પટેલ (BASB STAGE -4), આર્ય જોશી (BASB STAGE – 4), પ્રિશા સંઘાણી (BAJR STAGE – 1), ધીમાહી તાલા (BAJR STAGE – 1), આયુષ ખીમસિયા (BAJR STAGE – 2), વિવાન ભીમાણી (MATT LEVEL – 6), વિવાન ધારવિયા (MATT LEVEL -7) અને દક્ષ કટારમલ(MATT LEVEL 10) નો સમાવેશ થાય છે.

- Advertisement -

સેન્ટર ડાયરેક્ટર ઉદય કટારમલએ સર્વે વાલી તથા વિદ્યાર્થીઓને તેમની અથાગ મહેનત, સમર્પણ અને સતત સહકાર બદલ બિરદાવ્યા હતા અને જણાવ્યું હતું કે ટીમ એશ્યોર એકેડમીના મેનેજર ચાંદની શાહ, શીક્ષકો ભાવિશા કટારમલ, નીલા ઝીંઝુવાડીયા, પ્રિયા મેંગર તેમની અથાગ મહેનત દ્વારા આ પરિણામ પ્રાપ્ત થયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular