જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેણાંક મકાનમાંથી પોલીસે રૂા. 12,600ની કિંમતના 63 નંગ દારૂના ચપલા કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગર શહેરના પટેલ કોલોની વિસ્તારમાંથી પોલીસે 09 નંગ ચપલા સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના મુંગણી ગામમાં રામાપીરના મંદિર પાસે રહેતાં જયદીપસિંહ કિશોરસિંહ વાઢેરના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિક્કા પોલીસે રેઇડ દરમ્યાાન તલાીશ લેતાં તેમાંથી મકાનમાંથી રૂા. 12,600ની કિંમતના 180 એમએલ.ના 63 નંગ દારૂના ચપલા કબ્જે કરી જયદીપસિંહની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો જામનગર શહેરના પટેલ કોલોની, શેરી નંબર ત્રણમાં ગેલેરિયા કોમ્પ્લેક્ષ પાસેથી સિટી ‘બી’ ડિવિઝન પોલીસે મીતરાજસિંહ ઉર્ફે મેડો બળવંતસિંહ ચુડાસમા (ઉ.વ.23) નામના શખ્સને આંતરીને તલાશી લેતાં તેની પાસેથી રૂા. 3150ની કિંમતના ઇંગ્લીશ દારૂના 09 નંગ ચપલા મળ આવતાં પોલીસે અટકાયત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી આદરી હતી.


