જામનગર જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આચરેલા બે ગુનાઓમાં સંડોવાયેલી ચંડાળ ચોકડી હાઇ-વે મુસાફરોને કારમાં બેસાડીને લૂંટ આચરતી ગેંગને એલસીબીએ રૂા. 9.78 લાખના મુદ્દામાલ સાથે દબોચી લઇ બે ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર નજીક આવેલા લાલપુર બાયપાસ પાસે સમાણા જવાના માર્ગ પર લૂંટ અને ચોરીના ઇરાદે ચંડાળ ચોકડી સક્રિય હોવાની એલસીબીના ક્રિપાલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સુમિતભાઇ સિયાળ, ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલીયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન હાઇ પર કારમાં આટાફેરા કરી અને વાહનોની રાહ જોતાં મુસાફરોને કારમાં બેસાડી દાગીના અને રોકડની લૂંટ ચલાવતી ગેંગના ચાર સભ્યોને આંતરી લીધા હતાં. જીજે-11 સીએચ-3874 નંબરની કારમાં રહેલા ડ્રાઇવર સુનિલ વિનુ સોલંકી, રોહિત ભૂપત સોલંકી, ધર્મેશ ધીરુ ગણપત ચૌહાણ અને અલ્પેશ કિશોર સોલંકી નામના અમરેલી જિલ્લાના ચાર શખ્સોને આંતરીને તલાસી લેતાં તેમની પાસેથી રૂા. 8800 રોકડા અને રૂા. 1,70,000ની કિંમતનો 19 ગ્રામ 090 મિલીગ્રામ વજનનો સોનાનો ચેન અને રૂા. 8 લાખની કિંમતની ક્યિા કાર સહિત કુલ રૂા. 9,78,800નો મુદ્ામાલ કબજે કરી પૂછપરછ હાથ ધરતાં આ ચંડાળ ચોકડીએ વર્ષ 2025માં પંચકોશી-બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે ગુનાઓ આચર્યા હોવાની કેફિયત આપી હતી.
જેના આધારે એલસીબીએ વધુ પૂછપરછ હાથ ધરતાં આ ચંડાળ ચોકડીએ બે વર્ષના સમય દરમિયાન કોડીનારમાંથી 20,000, ધારી તલાલા રોડ પરથી 2000, ઉના રોડ પરથી 7000, મહુવા-તળાજા રોડ પરથી 12000, ચોટીલા રોડ પરથી 3500, જુનાગઢ-જેતપુર રોડ પરથી 5000 અને દ્વારકા-ખંભાળિયા રોડ પર એક ભાઇને કારમાં બેસાડી 3500ની ચોરી આચર્યાની કેફિયત આપી હતી.