Friday, March 29, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્યના હસ્તે એસ.ટી.ની નવી સ્લીપર લકઝરી બસનું લોકાર્પણ - VIDEO

ધારાસભ્યના હસ્તે એસ.ટી.ની નવી સ્લીપર લકઝરી બસનું લોકાર્પણ – VIDEO

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ને નવી અને અતિઆધુનિક 150 જેટલી લકઝરી અને સ્લીપર તથા મીનીબસો ફાળવવામાં આવી હતી. આ બસોની ફાળવણીમાં જામનગર એસટી વિભાગને ફાળવવામાં આવેલી છ બસોનું મંગળવારે ધારસાભ્ય દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યમાં પરિવહન કરતી એસ.ટી. બસોમાં ઘણી બસો ખખડી ગઈ હતી અને ગમે ત્યારે અકસ્માત સર્જે તેવી સ્થિતિ હોવાથી રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગને 150 જેટલી સ્લીપર અને નવી લકઝરી બસો રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા જામનગરમાંથી ફાળવવામાં આવી હતી. આ નવી બસોની ફાળવણી બાદ મંગળવારે જામનગરના એસ.ટી. વિભાગને છ લકઝરી અને સ્લીપર બસ ફાળવી હતી. આ બસો જામનગર – સુરત સ્લીપર કોચ સમય રાત્રે 9:15 કલાકે ભાડુ રૂા.385-305, જામનગર – મહુવા લકઝરી બસ સમય રાત્રે 03:00 કલાકે ભાડુ રૂા.200, જામનગર – રાજકોટ મીની એકસપ્રેસ સમય સવારે 07:00 કલાકે ભાડુ રૂા.83, જામનગર-રાજકોટ મીની લોકલ સમય સવારે 08:15 કલાકે ભાડુ રૂા.49, જામનગર-હર્ષદ મીની લોકલ સમય સવારે 07:00 કલાકે ભાડુ રૂા.68 ના રૂટ શરૂ કરવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ ધારાસભ્ય રિવાબા જાડેજા, જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઇ મુંગરા, કોર્પોરેટર અલ્કાબા જાડેજા, જામનગર એસટી વિભાગીય નિયામક સંજય જોશી, ડીવીઝન મેકીનિકલ એન્જીનિયર બ્રિજરાજસિંહ જાડેજા, ડેપો મેનેજર જીજ્ઞેશ ઈસરાણી, અને નરેન્દ્રસિંહ જાડેજા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે ધારાસભ્યોએ શ્રીફળ વધેરી રિબીન કાપી બસનું લોકાર્પણ કર્યુ હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular