
પવિત્ર પાવન નગરી દ્વારકામાં વિવિધ ધાર્મિક ઉત્સવો ધામધુમથી ઉજવાય છે. હોળીનો તહેવાર પણ આસ્થા ઉમંગથી ઉજવવામા આવે છે. અને પાવન પ્રસંગે પાવનનગરી દ્વારકામાં લાખો ભક્તો દોડી આવે છે. લાખો લોકો દુર-દુરથી પગપાળા કરી દ્રારકા આવે છે. હાલ દ્રારકા તરફના તમામ માર્ગો પર પદયાત્રીની કતારો જોવા મળી રહી છે. જામનગર-દ્વારકા હાઈવે પર પદયાત્રીઓ જય રણછોડ, માણખચોર, જય દ્વારકાધીશ, જય ઠાકરના ના નાદ સાથે ગુંજી ઉઠાયા છે. પદયાત્રીઓ દ્વારકા ફુલડોલ ઉત્સવ માટે જાય છે.
હોળી નજીક છે ત્યારે જામનગર- દ્વારકા હાઈવે પર વાહનોની સાથે મોટી સંખ્યામાં પગયાત્રીઓ દ્વારકા તરફ જતા જોવા મળે છે. ભગવાનશ્રી કૃષ્ણની કર્મભુમિ દ્વારકામાં વર્ષ દરમિયાન અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાય છે. દ્વારકામા પુનમના દિવસે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે. જેમા રંગોના પર્વ હોળીના તહેવારમાં લાખો ભક્તો પગપાળા દ્વારકા આવતા હોય છે. કૃષ્ણને હોળી સાથેનો જુનો સંબંધ છે. અને ભક્તો ભગવાન સાથે હોળી રમવા ફુલડોલ ઉત્સવના દર્શન માટે પગપાળા દ્વારકા આવે છે. દર વર્ષે પદયાત્રીઓની સંખ્યામાં વધારો થાય છે.
હાલ છેલ્લા કેટલાય દિવસોથી ભક્તોનો ઘોડાપુર દ્વારકાના હાઇવે પર જોવા મળે છે. જયા લાખો ભક્તો હોળી ઉત્સવ માટે અગાઉથી રાજયભરના વિવિધ શહેરોમાથી પગપાળા દ્વારકા આવે છે. ત્યાં ભક્તોની ભીડની સાથે કૃષ્ણભકિતમાં રંગાઈને ચાલી રહયા છે. રસ્તા પર જય રણછોડના નાદથી ગુંજી રહયા છે. દિવસોથી 200થી 500 કે તેથી વધુ કિમી ચાલીને આવનાર શ્રધ્ધાળુઓને કૃષ્ણભકિતમાં કોઈ થાક લાગતો નથી, અને રસ્તામાં જય રણછોડ, માણખચોરના નાદ સાથે ચાલી રહયા છે.
આ વર્ષે વિવિધ સરકારી વિભાગો, સંસ્થાઓ , ખાનગી કંપની, મંડળો દ્વારા સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવ્યા છે. દર વર્ષો પદયાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેમ સેવાના કેમ્પમાં વધારો થાય છે. પદયાત્રીઓને મુશકેલી ના મળે અને સવલતો મળે તે માટે કેમ્પ કાર્યરત રહે છે. આવા શ્રધ્ધાળુઓ માટે રસ્તા પર અનેક સેવાકીય કેમ્પ ચાલી રહયા છે. જયા પદયાત્રીઓ માટે પાણી, ભોજન, બેઠક, વિશ્રામ, આરોગ્ય સહીતની સુવિધા આપવામાં આવે છે. સાથે પગની સારવાર કે જરૂરી દવા પણ આપવામાં આવે છે. જામનગર પોલીસ , ફાયર વિભાગ, હોમગાર્ડ, આરટીઓ, સહીતના વિભાગ દ્વારા પદયાત્રીઓ માટે સેવા કરવામાં આવી. પોલીસે અને 108 એમ્બ્યુલન્સ ટીમ દ્વારા કોઈ અકસ્માત ના બને તે માટે સાવચેતી સાથેની કામગીરી કરવામાં આવી. 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ટ બાય હાઈવે પર રાખવામાં આવી છે.
દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ ચાલીને દ્રારકા આવતા હોય છે. જેમાં દર વર્ષે ભક્તોની સંખ્યામાં વધારો થાય છે. દ્વારકામાં ફુલડોર ઉત્સવ માટે લાખો યાત્રીકો આવે છે. આસ્થા, ભક્તિ, ઉમંગ, ઉત્સાહ, સેવાના રંગ પદયાત્રા દરમિયાન જોવા મળે છે.