Sunday, July 13, 2025
Homeરાજ્યજામનગરસ્ટોર્મ વોટર ડ્રેનેજનો અભાવ, સામાન્ય વરસાદમાં પણ હાલાકી...

સ્ટોર્મ વોટર ડ્રેનેજનો અભાવ, સામાન્ય વરસાદમાં પણ હાલાકી…

જામનગર શહેરમાં મુખ્યમાર્ગો પર સ્ટોર્મ વોટર ડ્રેનેજના અભાવના કારણે સામાન્ય વરસાદમાં પણ શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય પ થી 10 મીલી મીટર વરસાદમાં પણ વરસાદી પાણીના નિકાલ અભાવે મુખ્યમાર્ગો જળબંબાકાર બની જાય છે. પરિણામે વાહન ચાલકો રાહદારીઓને માર્ગો પરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે. માર્ગ નિર્માણ માટે કરોડો રૂપિયા ખર્ચતુ મહાપાલિકાનું તંત્ર મુખ્યમાર્ગો પર સ્ટોર્મ વોટર ડ્રેનેજના નિર્માણ તરફ જરા પણ લક્ષ આપતું નથી. જેને કારણે વરસાદ વરસતાજ શહેરના અનેક માર્ગો પર ગોઠણ સુધીના પાણી જમા થઇ જાય છે.

- Advertisement -

શહેરની આ સમસ્યા વર્ષો જુની હોવા છતાં જામ્યુકોના બાહોસ ઇજનેરો આ તરફ કેમ લક્ષ આપતા નથી તે એક રહસ્યમય કોયડો બની રહયો છે. સામાન્ય રીતે શહેરી વિસ્તારોમાં મુખ્યમાર્ગોની બન્ને તરફ સ્ટોર્મ વોટર ડ્રેનેજનું નિર્માણ કરવામાં આવતું હોય છે. પરંતુ જામનગરમાં એકપણ માર્ગ ઉપર આ પ્રકારે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી નથી. પરિણામે આ સાથેની તસ્વીરમાં દેખાય છે તેવા દ્રશ્ય સામાન્ય બની ગયા છે.

- Advertisement -

આશ્ચર્યની વાત તો એ છે કે જામ્યુકોના મુખ્ય ગેઇટ પાસે જ પાણી ભરાય રહયા છે. જયારે કે જામ્યુકોનો મુખ્ય ગેઇટ ગૌરવપથ સાથે જોડાયેલો છે. આ ઉપરાંત ન્યાય પરીષદ તેમજ સરકીટ હાઉસ જેવા અત્યંત મહત્વના વિસ્તારમાં પણ સામાન્ય વરસાદમાં ભરાતા પાણી જામ્યુકોના તંત્રની પોલ ખોલી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular