જામનગરમાં તળાવની પાળ, દિગ્વિજય પ્લોટ પોલીસચોકી પાસે મોટર કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી મહિલાની ગાડીને ઠોકર મારતા મહિલાને ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી. આ અંગે મોટરકાર ચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા સિટી ‘એ’ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગરમાં હવાઇ ચોક, ભગદે હોસ્પિટલવાળી શેરીમાં રહેતા દક્ષાબેન દીપકભાઇ વશિયર નામના મહિલા ગત્ તા. 20 જુનના રોજ તળાવની પાળ, દિગ્વિજય પ્લોટ પોલીસચોકી પાસેથી પસાર થઇ રહ્યાં હોય, આ દરમ્યાન તળાવની પાળ ગેઇટ નંબર એક તરફથી આવતી જીજે10-ઇસી-1397 નંબરની મારૂતિ સુઝુકી કંપનીની ફ્રોન્ક્સ ગાડીના ચાલકે પોતાની મોટરકાર પુરઝડપે અને બેફિકરાઇથી, ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીની ગાડીને ઠોકર મારી ફરિયાદીને પછાડી દીધાં હતાં. આ અકસ્માતમાં ફરિયાદી દક્ષાબેનને ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી.
આ બનાવ અંગે દક્ષાબેન દ્વારા જીજે10-ઇસી-1397 નંબરના મોટર કારચાલક વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવાતા સિટી ‘એ’ પોલીસે કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.