Friday, April 19, 2024
Homeરાજ્યગુજરાતનિયમોના ઉલ્લંઘન બાદ ભડકી કિંજલ દવે, રાજનેતાઓના કાર્યક્રમો કેમ નથી દેખાતા ?

નિયમોના ઉલ્લંઘન બાદ ભડકી કિંજલ દવે, રાજનેતાઓના કાર્યક્રમો કેમ નથી દેખાતા ?

- Advertisement -

ગુજરાતી સિંગર કિંજલ દવે ફરી વિવાદોમાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ઈડરમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરતા તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.  વલાસણા રોડ પર નવ નિર્માણ પામતી બંગ્લોઝ સ્કીમના બુકીંગ માટે મંજૂરી વગર યોજેલા કાર્યક્રમને લઈ પોલીસે 4 આયોજકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેના કારણે કિંજલ દવેએ સવાલો ઉઠાવ્યા છે.

- Advertisement -

કિંજલ દવેએ સોશિયલ મીડિયા મારફતે જણાવ્યું છે કે 11 મહિના મારા ગ્રુપના 20થી 25 લોકોની રોજગારી બંધ છે, તેઓ બેરોજગાર છે. માત્ર બેથી ત્રણ કલાકારોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. 11 મહિના બાદ પ્રથમ કાર્યક્રમ કર્યો તેમાં પણ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. અન્ય કલાકારો અને રાજનેતાઓના કાર્યક્રમો કેમ નથી દેખાતા? નેતાઓ પણ સામાજિક અંતરનું પાલન નથી કરતા. વિરોધ કરવો હોય તો તમામ લોકોનો કરો. માત્ર કલાકારોને હેરાન કરવાનું બંધ કરો. દરેક આર્ટીસ્ટ કે પોલીટીશિયનના પેજ ખોલીને જોવો ક્યારેક પણ તેમને સામાજિક અંતરનું પાલન કર્યું હોય તેવું તમને લાગો તો મને મોકલો, કોઈ પણ ક્યાય પણ પાલન થતું નથી. અને મીડિયાને પણ ટાર્ગેટ કર્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમમાં હજારો લોકોએ મહામારી સામે નિયમોના લીરેલીરા ઉડાવ્યા. આ કાર્યક્રમની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. જેમાં સ્ટેજ શો કરનારા 4 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે હવે નિયમોના ઉલ્લંઘન મામલે કિંજલ દવેએ લાગણી વ્યક્ત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular