Saturday, July 27, 2024
Homeરાજ્યજામજોધપુરના જામવાડીમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સો ઝડપાયા

જામજોધપુરના જામવાડીમાંથી તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સો ઝડપાયા

રૂા.10700 ની રોકડ અને ગંજીપના કબ્જે : જામનગરના કડિયાવાડમાંથી જૂગાર રમતા ત્રણ શખ્સો ઝબ્બે : 2520 ની રોકડ રકમ કબ્જે : પવનચકકી પાસેથી 1620 ની રોકડ સાથે જૂગાર રમતા બે શખ્સ ઝડપાયા : ખોજાનાકા પાસેથી વર્લીબાજ ઝડપાયો

- Advertisement -

જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સાત શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.10700 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના કડિયાવાડમાંથી એકી બેકીનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.2520 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા અને પવનચકકી વિસ્તારમાંથી બે શખ્સોને રૂા.1620 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં તથા ખોજાનાકા પાસેના વિસ્તારમાંથી વર્લીમટકાના આંકડા લખી પૈસાની હાર-જીત કરતા એક શખ્સને રૂા.1210 ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

જૂગારદરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન સુરેશ બાબુ કાલરિયા, રાજેન્દ્ર પરશોતમ કાલરિયા, મહેશ સુભાષ કાલરિયા, જયંતી વિરજી ડેડાણિયા, હિતેશ લીલા સગારકા, જમનાદાસ નારણભાઈ સગારકા, પ્રફુલ્લ કારા સીતાપરા નામના સાત શખ્સોને રૂા.10,700 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામનગરના કડિયાવાડમાં સટ્ટા બજાર પાસે જાહેરમાં એકી બેકીનો જૂગાર રમતા રાજેશ પ્રેમજી સોમૈયા, રફીક સતાર ભભાણી, મનોજ હેમંત રાવલ નામના ત્રણ શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.2520 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં તેમજ અન્ય દરોડો, જામનગરના શહેરના પવનચકકી વિસ્તારમાં એકી બેકીનો જૂગાર રમતા જીતેન્દ્ર ઉર્ફે જીતીયો નરેન્દ્ર નાખવા, હરીશ દેવજી મુંજાલ નામના બે શખ્સોને રૂા.1620 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધા હતાં. ચોથો દરોડો, જામનગર શહેરના ખોજાનાકા વિસ્તારમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા મોએજઅલી ઉર્ફે મોયલો પ્યારઅલી કરીમાણી નામના શખ્સને પોલીસે રૂા.1210 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular