Tuesday, October 8, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતમાં હાલ ચર્ચાનો વિષય બનેલ બન્ને મુદ્દાઓને લઇને નીતિન પટેલનું મોટું નિવેદન

ગુજરાતમાં હાલ ચર્ચાનો વિષય બનેલ બન્ને મુદ્દાઓને લઇને નીતિન પટેલનું મોટું નિવેદન

- Advertisement -

ગુજરાતમાં હાલ સૌથી વધુ ચર્ચામાં હોય તો તે બે મુદ્દા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને પેટ્રોલ ડીઝલના ભાવોમાં વધારો. આ બંને મુદ્દે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે આજે નિવેદન આપ્યું છે. ગુજરાત સહીત દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેને લઇને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું છે કે પેટ્રોલ ડીઝલ મોંઘુ થયું હોવાની વચ્ચે ગુજરાત સરકાર વેટ નહી ઘટાડે. તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં પેટ્રોલ ડીઝલનો વેટ સૌથી ઓછો છે. અને રાજ્યસરકાર દ્રારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત આપવામાં નહી આવે તેવું પણ જણાવવામાં આવ્યું છે.આંતર રાષ્ટ્રીય પરિબળોના કારણે પેટ્રોલ-ડીઝલ મોંઘુ થયું છે. કારણકે 50%થી વધુ ક્રુડ ઓઈલની વિદેશથી આયાત કરવામાં આવે છે.જો ક્રુડના ભાવ ઘટે તો જ પેટ્રોલના ભાવ ઘટે.

- Advertisement -

આ સિવાય આગમી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને જે પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. અને રેલીઓમાં પણ મોટી સંખ્યામાં ભીડ એકઠી થઇ હોય છે. જેમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરો ઉડે છે. છતાં પણ તે અંગે નિવેદન આપતા નીતિન પટેલે જણાવ્યું કે પ્રચારમાં અમે માર્યાદિત રેલીઓ કરીએ છીએ. આ ઉપરાંત નેતાઓ અને કાર્યકર્તાઓ કોરોના ગાઈડલાઈનનું પાલન પણ કરે છે. શાસક પક્ષના કાર્યકર્તાઓ દ્રારા સરકારના નિયમો તોડવામાં આવતા હોવા છતાં પણ ચુંટણીના પ્રચાર પ્રસારમાં ભીડ એકઠી થવા મુદ્દે નીતિન પટેલે બચાવ કર્યો છે.

અંતે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ ચર્ચાઈ રહેલ બંને મુદ્દા પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો અને ઈલેકશન છે. ચુંટણી પ્રચારમાં કોરોનાતો ગાયબ જ થઇ ગયો હોય તેવું જણાઈ રહ્યું છે. છતાં પણ નીતિન પટેલે જણાવ્યું છે કે અમે તમામ નિયમોનું પાલન કરી રહ્યા છીએ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular