Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી તરૂણીનું શખ્સ દ્વારા અપહરણ

જામનગરમાંથી તરૂણીનું શખ્સ દ્વારા અપહરણ

- Advertisement -

જામનગર શહેરમાં મહાકાલી સર્કલ પાસે આવેલા રબારીવાસમાં રહેતાં યુવાનની સોળ વર્ષની પુત્રીનું તેના જ વિસ્તારમાં રહેતો એક શખ્સ લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં મહાકાળી સર્કલ પાસેના વિસ્તારમાં રહેતાં કલરકામની મજૂરી કરતા જગદિશભાઈ નામના યુવાનની 16 વર્ષની તરૂણી પુત્રીને રાવલિયાવાસ વિસ્તારમાં રહેતો રવિરાજ ઉર્ફે લાપુસીયો અજય ગોહિલ નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી બદઈરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો. આ બનાવ અંગે તરૂણીના પિતા દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે પીઆઈ એ આર ચૌધરી તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular