Friday, September 13, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં બે મકાનોમાં તસ્કરો ત્રાટકયા

જામનગર શહેરમાં બે મકાનોમાં તસ્કરો ત્રાટકયા

શંકરટેકરી વિસ્તારમાં મહિલાના મકાનમાંથી રૂા.64 હજારના દાગીનાની ચોરી : અન્ય મકાનમાંથી રોકડા ઉસેડી ગયા : એલસીબીએ તસ્કરને દબોચી લઇ રૂા.71 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા બે રહેણાંક મકાનોમાંથી તસ્કરો 71000 ની માલમતા ચોરી કરી ગયા હતાં. આ બનાવમાં એલસીબીની ટીમે બાતમીના આધારે એક તસ્કરને ઝડપી લઇ દાગીના તથા રોકડ રકમ કબ્જે કરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં સુભાષપરા શેરી નં.2 માં રહેતાં સાહીનાબેન જાવીદભાઈ બ્લોચ નામના મહિલાના રહેણાંક મકાનમાં 10 દિવસ પહેલાં રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતાં અને મકાનની બારીમાંથી પ્રવેશ કરી ઘરમાં રહેલા કબાટમાંથી રૂા.64000 ની કિંમતના 8.5 ગ્રામ વજનના સોનાના હીયરીંગની ચોરી કરી ગયા હતાં તેમજ બાજુમાં રહેતાં ચંદનબેન મુકેશભાઇ ગણેશીયાના મકાનમાં પણ તસ્કરોએ પ્રવેશ કરી રૂા.7000 ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં આમ એક જ વિસ્તારમાંથી બે રહેણાંક મકાનોમાંથી તસ્કરો રૂા.71000 ની માલમતા ચોરી કરી ગયાના બનાવની જાણના આધારે પીએસઆઈ એમ.વી. દવે તથા સ્ટાફે ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.

આ ચોરીના બનાવમાં સંડોવાયેલા તસ્કર અંગે હેકો મયુદ્દીન સેયદ, અરજણ કોડીયાતર, વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી એમ લગારીયા તથા સ્ટાફે હરિયા કોલેજ પાસેથી અજય જેન્તી રાઠોડ નામના ડ્રાઈવિંગ કરતા શખ્સને દબોચી લઇ તેની પાસેથી રૂા.71,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ગોકુલનગરમાંથી દોઢ મહિના પહેલા ઓરડીમાં રાખેલા બે ચોરાઉ મોબાઇલ મળી આવતા શક પડતી મિલકત તરીકે કબ્જે કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular