Friday, September 13, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા પાલિકામાં કર્મીઓનું પગાર પંચ સ્થગિત કરવાના મુદ્દે પાલિકાના કર્મચારીઓ લડી લેવાના...

ખંભાળિયા પાલિકામાં કર્મીઓનું પગાર પંચ સ્થગિત કરવાના મુદ્દે પાલિકાના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં

- Advertisement -

ખંભાળિયા નગરપાલિકાનું મહેકમ ખર્ચ વધવાના કારણે પાલિકાના ખર્ચમાં ઘટાડો કરવાના ભાગરૂપે કર્મચારીઓનું સાતમું પગાર પંચ સ્થગિત કરીને તેમને હાલના પગારના બદલે જૂનો પગાર પંચ આપવાની હિલચાલ શરૂ થતા કર્મચારીઓમાં વિરોધની લાગણી ફેલાઈ છે.

- Advertisement -

ખંભાળિયા નગરપાલિકામાં ગત નાણાંકીય વર્ષ 2023-24 ના વર્ષ દરમ્યાન નગરપાલિકાનું મહેકમ ખર્ચ 48 ટકા થી વધીને 69 ટકા જેટલુ થઈ જતાં પાલિકાના કર્મચારીઓને મળતુ સાતમું પગાર ધોરણ પરત ખેંચી લેવાની તજવીજ સામે ખંભાળીયા પાલિકાના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે!

આ મુદ્દે રાજ્ય સફાઈ કર્મચારી મહામંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે નગરપાલિકામાં રોજમદાર કર્મચારીની સંખ્યા વધવાના કારણે મહેકમ ખર્ચ વધવાના બહાના હેઠળ કર્મચારીઓનું પગાર ધોરણ પરત ખેંચી શકાય નહી.

- Advertisement -

નગર પાલિકાઓમાં નિયત થયેલ મહેકમ ખર્ચની મર્યાદા જાળવવાની જવાબદારી ગુજરાત નગરપાલિકા અધિનિયમ – 1963 કલમ – 49 ની જોગવાઈઓ અનુસાર નગરપાલિકાના ચીફ ઓફિસરની ફરજમાં આવતી જવાબદારી સાથેની વૈધાનિક બાબત છે. જે ફરજ અને જવાબદારી નિભાવવામાં નગરપાલિકા તંત્ર નિષ્ફળ રહ્યા હોવાના કારણે નગરપાલિકામાં નાણાકીય કટોકટી ઊભી થઈ છે

રાજયના નગરપાલિકા નિયામક દ્વારા તા. 4 ફેબ્રુઆરી 2024 ના પરિપત્રથી રાજયની નગરપાલિકાઓમાં મહેકમ ખર્ચની મર્યાદા જાળવવા માટે વિસંગતતા ભર્યા મનાતા પરીપત્ર કરેલ છે, જે પરિપત્રના આધારે નગરપાલિકાના કર્મચારીઓને મળતુ પગારધોરણ માર્ચ 2024 થી સ્થતિગત (રદ) કરવાનું નક્કી કરાયું છે.

- Advertisement -

પરંતુ નગરપાલિકા આ પરિપત્ર સામે ભૂતકાળમાં ગુજરાત હાઈકોર્ટેમાં જુદી જુદી અપીલો થઈ હતી. જેમા હાઈકોર્ટે દ્વારા સરકારનાં ઉપરોક્ત પરિપત્રમાં મહેકમ ખર્ચની ગણતરીમાં રોજમદાર કર્મચારીઓ કે કરાર આધારિત કર્મચારીઓ વિગેરે પ્રકારના કર્મચારીઓનું પગાર ખર્ચ મહેકમમાં ન ગણવા અને માત્ર મંજુર થયેલા મહેકમ પરના કાયમી નિયુક્ત કર્મચારીઓના પગાર ખર્ચને જ મહેકમ ખર્ચમાં ગણવા તેવા પ્રકારનો ચુકાદો હોવા છતાં નગરપાલિકા દ્વારા મહેકમ ખર્ચના કથિત રીતે મુદ્દે બિનજરૂરી ખોટા અર્થ ઘટનો કરીને નગરપાલિકાના કર્મચારીઓ અને પેન્શનરોનું સાતમા પગાર ધોરણ સ્થગિત રદ કરવાની થઈ રહેલ તજવીજને ગુજરાત સફાઈ કામદાર મહામંડળના પ્રદેશ મહામંત્રી રમેશ વાઘેલા દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટેમાં પડકારવા તજવીજ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular