Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મહાવ્યથા પહોંચાડવાના કેસમાં બે મહિલા સહિત ચાર આરોપીને સજા

જામનગરમાં મહાવ્યથા પહોંચાડવાના કેસમાં બે મહિલા સહિત ચાર આરોપીને સજા

- Advertisement -

જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં 2015માં એક યુવકને છરી વડે મહાવ્યથા પહોંચાડવાના કેસમાં સેશન્સ અદાલતે બે મહિલા અને બે પુરુષ આરોપીને 4-4 વર્ષની જેલ સજા અને રૂા. 5-5 હજાર દંડનો હુકમ ફરમાવ્યો છે.

- Advertisement -

ગત તા. 2-8-2015માં બેડેશ્વરના એકડે એક બાપુની દરગાહ પાસે જાવિદ આંબલાની પડેલી રીક્ષામાં બેસવા બાબતે સોયબ નામના યુવાનને રીક્ષાવાળા જાવીદ સાથે બોલાચાલી-ગાળાગાળી થઇ હતી. જે વેળાએ ફાતમાબેન અજમત, આઇશાબેન અંબલા અને અજમતભાઇ સરફેશએ જઇને સોયબને ઢીકાપાટુનો માર માર્યો હોવાની અને આ માથાકૂટ દરમિયાન ત્રણ આરોપીઓએ સોયબને પકડી રાખી અને એક આરોપીએ સોયબને છાતીમાં છરીનો ઘા મારીને તેની હત્યાનો પ્રયાસ કર્યો હોવા અંગે જુબેદાબેન મુંગીડાએ સીટી-બી પોલીસ મથકમાં ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા સરકારી વકીલ પિયુષ જે. પરમાર દ્વારા રજુ કરાયેલા પુરાવા, સાક્ષીઓના નિવેદનો, ડોકટરની જુબાની વગેરે ધ્યાને લઇને ચારેય આરોપીઓને હત્યાના પ્રયાસ બદલ નહીં પરંતુ યુવકને મહાવ્યથા પહોંચાડવા બદલ 4-4 વર્ષની કેદ અને રૂા. 5-5 હજાર દંડનો હુકમ ફરમાવ્યો હતો. જો આરોપીઓ દંડની રકમ ન ભરે તો તેઓને વધુ છ માસની સાદી કેદનો હુકમ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular