Wednesday, September 11, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક ટ્રેક્ટરની ઠોકરે બાઈક સવાર યુવાનનું મૃત્યુ

ખંભાળિયા નજીક ટ્રેક્ટરની ઠોકરે બાઈક સવાર યુવાનનું મૃત્યુ

- Advertisement -

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે રહેતા દિલીપસિંહ જાડેજા નામના 45 વર્ષના યુવાન બુધવાર તારીખ 3 ના રોજ રાત્રિના આશરે નવેક વાગ્યાના સમયે તેમના જી.જે. 37 એ. 0551 નંબરના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે ભાતેલ ગામના પાટીયા પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક ટ્રેક્ટરના ચાલક જટુભા અજીતસિંહ જાડેજા (ઉ.વ. 45, રહે. ભાતેલ)એ દિલીપસિંહના મોટરસાયકલ સાથે અકસ્માત સર્જતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થવા પામી હતી. આથી તેમને ગંભીર હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

અકસ્માત સર્જીને આરોપી પોતાનું ટ્રેકટર લઈને નાસી છૂટ્યો હોવાનું વધુમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે મૃતકના પુત્ર ગીરીરાજસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ. 28, રહે. વડત્રા) ની ફરિયાદ પરથી ટ્રેક્ટરના ચાલક જટુભા અજીતસિંહ જાડેજા સામે આઈપીસી કલમ 279, 304 (અ) તથા એમ.વી. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, તેની અટકાયત કરી લેવામાં આવી હતી. આ અંગે વધુ તપાસ પી.એસ.આઈ. વી.બી. પીઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular