જામનગર ખાતે વિઝન કલબ દ્વારા શહેરના ટાઉન હોલ ખાતે શિવજીની ઝાંખીનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં બાળકો અને બહેનો દ્વારા વિવિધ ધાર્મિક પાત્રોની હરિફાઇ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આ તકે પત્રકારત્વ ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન બદલ ‘ખબર ગુજરાત’ પરિવારને એવોર્ડ દ્વારા સન્માનિત કરાયો હતો.

જામનગર ખાતે વિઝન કલબના ફાઉન્ડર મિતાબેન દોશી તથા વિઝનના પ્રેસિડેન્ટની ટીમ દ્વારા શિવજીની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગણેશની સ્તૂતિ દ્વારા કાર્યક્રમની શરૂઆત બાદ વિવિધ ધાર્મિક પાત્રોની હરિફાઇ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં બહેનો અને બાળકોએ ભાગ લીધો હતો. તેમજ આ કાર્યક્રમમાં વિઝનના ત્રણ પ્રેસિડેન્ટ બિનાબેન શનિશ્ર્વરા, યોગિતાબેન મસરાણી તથા રૂપાબેન લાધાણીનું તાજ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પત્રકારત્વ ક્ષેત્રે અદ્ભૂત યોગદાન બદલ ‘ખબર ગુજરાત’ને એવોર્ડ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જામનગરમાં થતી દરેક પોઝિટિવ એક્ટિવિટીને ખબર ગુજરાત દ્વારા હરહંમેશા સપોર્ટ કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ તમામ બાળકોને સ્યોર ગિફ્ટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર ટાઉનહોલ શિવમય બની ગયું હતું. હર હર મહાદેવના ગૂંજથી સમગ્ર વાતાવરણ મહેકી ઉઠયું હતું. ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.