શરીર માટે કોલેસ્ટ્રોલ લેવલ ખૂબ જ મહત્ત્વનું છે. તેને નિયંત્રિત રાખવું ખૂબ જ જરૂરી છે. કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે સ્વસ્થ આહાર અને જીવનશૈલિ માનવામાં આવે છે. તો જો તમે પણ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માંગતા હોય તો આ નિયમો તમારા માટે છે.
સામાન્ય રીતે આપણા લોહીમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ જોવા મળે છે. સારૂ કોલેસ્ટ્રોલ અને ખરાબ કોલેસ્ટ્રોલ. જ્યારે ખરાબ કોલેસ્ટ્રોલ ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. જ્યારે ધમનીઓમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે ત્યારે લોહી યોગ્ય માત્રામાં હૃદય સુધી પહોંચતું નથી. જેના કારણે હાર્ટએટેક અને સ્ટ્રોક વગેરેનું જોખમ વધે છે.
શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવાથી સ્વાસ્થ્ય સારૂ રહે છે. કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે આટલું ધ્યાન રાખો.
- આહાર : કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં આહાર સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તમારા આહારમાં પ્રોસેસ્ડ વસ્તુઓને બદલે ફળો, બદામ, સિડ્સ, ફીશ અને ઓલિવ ઓઇલનો સમાવેશ થાય છે.
- કસરત : આહાર પછી ફિટ જીવનશૈલિ માટે શારીરિક કસરતો ખુબ મહત્ત્વની છે. શરીરને યોગ્ય રીતે ચલાવવા માટે તે ખૂબ જ જરૂરી છે. HDL સુધારવા અને LDL સ્તર ઘટાડવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછી 15 મિનિટ વ્યાયામ કરો.
- વજન : હૃદયરોગ, કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેસરનું જોખમ ઘટાડવા માટે તમારા વજનને નિયંત્રિત કરવું મહત્ત્વનું છે.
- સ્ટ્રેસ મેનેજ : તણાવ આપણા જીવનનો ભાગ છે. પરંતુ તેને નિયંત્રિત રાખવું મહત્ત્વનું છે. જ્યારે તમે લાંબા સમય સુધી તણાવમાં રહો છો ત્યારે તમારા મગજમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર વધારે છે. આ સ્તર વધતા કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. જે સારા અને ખરાબ કોલેસ્ટ્રોલ પર અસર કરે છે.
- ધ્રુમપાન છોડો : જ્યારે ધુમ્રપાન કરો છો ત્યારે તે તમારા ફેફસા, લીવર પર દબાણ લાવે છે. હૃદયને ઓક્સિજન પંપ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. જે ધમનીના સ્તરને નુકશાન પહોંચાડે છે.
- ઉંઘ : તંદુરસ્ત લોકો માટે ઓછામાં ઓછી આઠ કલાકની ઉંઘ જરૂરી છે. જ્યારે ઉંઘ પૂરી થતી નથી ત્યારે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધવા લાગે છે.
આમ, આપણા શરીરમાં ખરાબ તેમજ સારા કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે અમુક આદતો જરૂરી છે.
(અસ્વિકરણ : સલાહ સહિતની સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)