જામનગરમાં ગુલાબનગર વિભાપર રોડ પર સરકારી જગ્યામાં ઇકબાલ ખફી નામના શખ્સ દ્વારા કરવામાં આવેલી ગેરકાયદે બાંધકામ જામ્યુકોની એસ્ટેટ શાખા દ્વારા તોડી પાડવામાં આવી છે. થોડા સમય પહેલાં જામ્યુકોની ટુકડી આ ગેરકાયદે બાંધકામ તોડવા માટે ગઇ હતી ત્યારે આ શખ્સે હાથમાં કેરોસીન લઇ આત્મ વિલોપન કરવાની ચિમકી આપતાં હોબાળો મચાવ્યો હતો. પરિણામે જામ્યુકોએ ત્યારે ડિમોલીશનની કાર્યવાહી અટકાવી ગેરકાયદે બાંધકામ 10 દિવસમાં તોડી પાડવાની મહેતલ આપી હતી. તેમ છતાં આ શખ્સ દ્વારા નિયત સમયમાં દબાણ દૂર કરવામાં નહીં આવતાં આજે જામ્યુકોની એસ્ટેટ શાખાની ટુકડી પહોંચી ગઇ હતી અને મકાનના બાંધકામનું ડિમોલીશન શરુ કર્યું હતું.