જામનગરમાં વુલનમીલ પાસે ખેતીવાડી પાસે ઈન્દીરા કોલોનીમાં રહેતી મહિલાને સુરતની પત્રકાર કોલોનીમાં રહેતાં સાસરીયાઓ દ્વારા લગ્નજીવન દરમિયાન અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપી દહેજની માંગણી કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં એરફોર્સ રોડ પર આવેલી ઈન્દીરા કોલોનીમાં રહેતાં મીનાબેન મહેશભાઈ ગોહિલ નામની મહિલાને સુરતના પાડેશરા કર્મયોગી સોસાયટી 2 માં આવેલી પત્રકાર કોલોનીના બ્લોક નંબર 93 માં રહેતાં પતિ મહેશ જેઠા ગોહિલ, સાસુ ગિતાબેન જેઠાભાઇ ગોહિલ, દિયર દેવેન્દ્ર જેઠા ગોહિલ, અને કાકાજીનો દિકરો અમિત જેન્તી ગોહિલ તથા કાકાજી સાસુ ઉષાબેન જેન્તી ગોહિલ સહિતના પાંચ સાસરિયાઓ દ્વારા લગ્નજીવન દરમિયાન અવાર-નવાર શારીરિક માનસિક ત્રાસ આપી મારકુટ કરતા હતાં અને રોકડ રકમ રૂપિયાની દહેજની માંગણી કરતા હતાં જેથી મહિલાએ સાસરિયાઓ વિરૂધ્ધ જામનગર મહિલા પોલીસ સ્ટશેનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એન.એમ. ઝાલા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.