Wednesday, May 20, 2026
Homeરાજ્યજામનગરજામનગરના દરબારગઢ, સુભાષ શાક માર્કેટ પાસે રેંકડીવાળાઓ ઉપર તવાઇ

જામનગરના દરબારગઢ, સુભાષ શાક માર્કેટ પાસે રેંકડીવાળાઓ ઉપર તવાઇ

સિટી ‘A’ ડિવિઝન પોલીસ દ્વારા કડક કાર્યવાહી : ટ્રાફિકમાં અડચણરૂપ માથાના દુ:ખાવાસમાન 28 રેંકડીઓ જપ્ત : પોલીસની કાર્યવાહીથી રેંકડીધારકોમાં નાશભાગ

જામનગર શહેરના દરબાગઢ વિસ્તાર તથા સુભાષ માર્કેટ વિસ્તારમાં રેકડી દ્વારા મોટાપાયે દબાણ કરાય છે. જે સમસ્યાનું નિરાકરણ લાવવાના ભાગરૂપે જામનગર પોલીસ સક્રિય બની છે અને 28 જેટલા રેકડી ધારકો વિરૂધ્ધ B.N.S.ની કલમ 285 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઈને રેકડીધારકોમાં નાશ ભાગ મચી ગઈ હતી.

- Advertisement -

જામનગર શહેરના દરબારગઢ સર્કલ થી રણજીત રોડ રોડ પર જવા માટે સીટી બસની બર્ધન ચોક થઇને પસાર થાય છે. પરંતુ જામનગર શહેરના દરબારગઢથી સુભાષ માર્કેટથી રણજીત રોડ માર્ક સુધીના અનેક રેકડીધારકો દબાણ સર્જીને બેઠા હોય છે અને સિટી બસને પસાર થવું પણ ખૂબ જ મુશ્કેલ બને છે. ઉપરાંત અવાર-નવાર ટ્રાફિક સમસ્યા સર્જાય છે.

આ સમસ્યાનું નિરાકરણ લાવવાના ભાવરૂપે જામનગર ની સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI વી.એમ.ડોડીયાની આગેવાની હેઠળ દરબારગઢ પોલીસ ચોકીના PSI વી.આર.ગામેતી સહિત સ્ટાફ દ્વારા દરબારગઢ ચોક થી સુભાષ માર્કેટ વિસ્તારમાં વિશેષ રૂપે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

જાહેર રસ્તા પર દબાણ દૂર કરીને રેકડી સહિત 28 વ્યક્તિઓની અટકાયત કરી લેવામાં આવી હતી, અને તમામ વિરૂધ્ધ બી.એન.એસ એક્ટર 285 કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને દરબારગઢ વિસ્તાર તેમજ સુભાષ માર્કેટ વિસ્તારના રેકડીધારકોમાં ભારે નાશભાગ મચી ગઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular