Wednesday, May 20, 2026
Homeરાજ્યહાલારકલ્યાણપુર તાલુકાના મેવાસામાંથી બોક્સાઇટ ચોરી ઝડપાઇ

કલ્યાણપુર તાલુકાના મેવાસામાંથી બોક્સાઇટ ચોરી ઝડપાઇ

કલ્યાણપુર પોલીસ દ્વારા કાર્યવાહી : વહન કરતાં વાહનો કબ્જે કરાયા : ખાણ-ખનિજ ટીમ દ્વારા આગળની કાર્યવાહી

બોકસાઈટ ચોરી માટે અગાઉ કુખ્યાત બની ચૂકેલા કલ્યાણપુર પંથકમાં જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી અટકાવવા માટે કામગીરી કરવા ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પોલીસ દ્વારા સધન કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં કલ્યાણપુરના પી.આઈ. આર.એન. હાથલીયા તથા પી.એસ.આઈ. એમ.આર. સવસેટાના વડપણ હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -

જે દરમિયાન મેવાસા ગામની કોઠારીયા સીમ ખાતેથી એક ટ્રેક્ટરમાં રોયલ્ટી પાસ કે અન્ય કોઈ આધાર પુરાવા વગર બોકસાઈટ ખનીજ ભરીને નીકળેલા એક ટ્રેક્ટરને કબજે લેવામાં આવ્યું હતું. બાદમાં ખાણ ખનીજ અધિકારીને સાથે રાખીને જે-તે સ્થળે કરવામાં આવેલી ચેકિંગ કાર્યવાહીમાં આ સ્થળેથી જેસીબી મશીન પણ મળી આવ્યું હતું. જે જગ્યાએ બોક્સાઈટનો સ્ટોક કરવામાં આવતો તે ઓમ સાઈરામ એન્ટરપ્રાઇઝ નામની ચક્કી પાસે સ્ટોક કરેલ હોય, જેથી બોકસાઈટના આ જથ્થા અંગે ખાણ ખનીજ અધિકારી દ્વારા માપણી કરી અને ધોરણસરની કાર્યવાહી કરી ટ્રેક્ટર તથા જેસીબી વાહન સીઝ કરવામાં આવ્યા છે.

ઉપરોક્ત ટ્રેક્ટરના ડ્રાઈવર આરીફ ઉર્ફે ભયલો કરીમભાઈ બ્લોચ (ઉ.વ. 28, રહે. મેવાસા) અને જેસીબીના માલિક વિપુલ રામદેભાઈ ગાધેર (રહે. મેવાસા) વાળા હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસ તેમજ ખાણ ખનીજની ટીમ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular