Tuesday, April 14, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકામાં વર્ષ 2021 કરતાં 2026માં 46,155 મતદારો ઘટયા

જામનગર મહાનગરપાલિકામાં વર્ષ 2021 કરતાં 2026માં 46,155 મતદારો ઘટયા

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વર્ષ 2010માં કુલ 3,35,943 મતદારો હતા. જેમાં વધારો થયા બાદ વર્ષ 2015માં 4,09,490 મતદારો નોંધાયા હતા અને વર્ષ 2021માં 4,81,996 નોંધાયા હતા. ત્યારબાદ હાલમાં 2026ની ચૂંટણી પૂર્વે એસઆરઆઇની કામગીરી થયા બાદ જામનગર મહાનગરપાલિકામાં 46,155 મતદારોનો ઘટાડો થયો છે. ત્યારે આગામી ચૂંટણીના મતદાનમાં તેની શું અસર થાય છે તે આવનારા સમયમાં જ સામે આવશે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકોનું મતદાન આગામી તા. 26 એપ્રિલના રોજ યોજાનાર છે. વર્ષ 2010, 2015 અને 2021માં મતદારો વધ્યા બાદ આ વખતે વર્ષ 2026માં મતદારોની સંખ્યામાં ઘટાડો થયો છે. ચૂંટણીપંચ દ્વારા એસઆઇઆર કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાદ મતદારોમાં ઘટાડો થયો છે. વર્ષ 2021માં જામનગર મહાનગરપાલિકામાં 4,88,996 મતદારો નોંધાયા હતા. જ્યારે વર્ષ 2026ની ચૂંટણીમાં 4,42,841 મતદારો નોંધાયા છે. આમ, 6,155 મતદારો ઘટયા છે. વોર્ડ નંબર 11માં મતદારો વધ્યા છે. એ સિવાયના તમામ વોર્ડમાં મતદારોનો ઘટાડો થયો છે. જેમાં સૌથી વધુ વોર્ડ નંબર 09માં 5288 મતદારો ઘટયા છે. જ્યારે સૌથી ઓછા વોર્ડ નંબર 06માં 556 મતદારો ઘટયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular