Wednesday, May 6, 2026
Homeરાજ્યગુજરાતઅમદાવાદમાં બોટાદ સંપ્રદાયના પૂ. ગુણવંતીબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા

અમદાવાદમાં બોટાદ સંપ્રદાયના પૂ. ગુણવંતીબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા

બુધવારે સવારે ૦૯:૩૦ પાલખીયાત્રા

બોટાદ સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂ. શૈલેશમુનિ મ.સા. અને પ્રવર્તિની પૂ. સવિતાબાઈ મ.સ. ના પરિવારના મધુરવક્તા પૂ. ગુણવંતીબાઈ મ.સ. ૮૪ વર્ષની વયે ૫૯ વર્ષના દીક્ષા પર્યાય સહિત પૂ. રસીલાબાઈ મ.સ. આદિની વૈયાવચ્ચ પામતાં આજે તા. ૧૪/૦૪/૨૬ના મંગળવારે સાંજે ૫:૧૫ કલાકે સંથારા સહિત માણેક ગુરુ ધર્મસ્થાનક, દેવેન્દ્ર પાર્ક, અમદાવાદ ખાતે ઉપાધ્યાય પૂ. જયેશમુનિ મ.સા. તથા મહાસતીજી વૃંદની નિશ્રામાં અંતિમ નિર્યામણા સહિત કાળધર્મ પામ્યા છે. તા. ૧૫ને બુધવારે સવારે ૯:૩૦ કલાકે પાલખી યાત્રા નીકળશે.

- Advertisement -

બોટાદ – પાળિયાદ ગામે માતા કાંતાબેન અને પિતા ચીમનલાલ પ્રેમચંદ ગોપાણીના ગૃહાંગણે જન્મેલા ગુણવંતીબેને આચાર્ય પૂ. નવીનચંદ્રજી મ.સા. ના હસ્તે પૂ. પારસમૈયાની નિશ્રામાં પૂ. ચંપાબાઈ મ.સ. ની સમીપે તા. ૧૩/૦૩/૧૯૬૭ ના દીક્ષા અંગીકાર કરેલ.

એમ્બીવેલીમાં પૂ. શ્રી ધીરગુરુદેવે ગુણાંજલિમાં દીર્ઘ સંયમી મહાસતીજીના સંયમ જીવનની અનુમોદના કરેલ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular