જામનગરના મેયર દ્વારા જામનગર મહાનગરપાલિકા સંચાલીત સ્પોર્ટસ કોમ્પલેક્ષની મુલાકાત લઇ વિવિધ રમતો અંગે સભ્યોના મંતવ્યો મેળવ્યા હતાં.
જામનગર મહાનગરપાલિકા સંચાલીત સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે સ્વીમીંગ પુલ, બેડમીન્ટન, લોનટેનીસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. જેનો શહેરીજનો મોટી સંખ્યામાં લાભ લે છે અને દિવસ દરમિયાન અહિં મોટી સંખ્યામાં લોકો આ વિવિધ રમતો રમતા હોય છે ત્યારે જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઇ ખીમસૂર્યા દ્વારા આજ રોજ વહેલી સવારે જામનગર મહાનગરપાલિકા સંચાલીત સ્પોર્ટસ કોમ્પલેક્ષની મુલાકાત લેવામાં આવી હતી. અને અહિં ઉપલબ્ધ વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતું. તેમજ અહિં આવતા સભ્યો સાથે ચર્ચા કરી તેમના મતવ્યો પણ મેળવ્યા હતાં. તથા ઉપસ્થિત કર્મચારીઓને જરૂરી સુચનાઓ પણ આપી હતી. આ તકે કોર્પોરેટર પાર્થ કોટડીયા પણ તેમની સાથે ઉપસ્થિત રહયા હતાં. આ તકે મેયરે જીમના સાધનો ઉપર પણ હાથ અજમાવી કસરત કરી હતી. આ ઉપરાંત મેયર દ્વારા વોર્ડ ઓફિસ નંબર-13 / એ પણ મુલાકાત લઇ સફાઈ સહિતની બાબતો અંગે ચર્ચા કરી હતી. નંદ ઘરની પણ મુલાકાત લીધી હતી અને અહીં બાળકો સાથે વાતો કરી હતી.