Sunday, April 27, 2025
Homeરાજ્યજામનગરજામનગરની લીમીટેડ કંપની સાથે રાજસ્થાનની પેઢી દ્વારા છેતરપિંડી

જામનગરની લીમીટેડ કંપની સાથે રાજસ્થાનની પેઢી દ્વારા છેતરપિંડી

વોટસએપ માધ્યમથી સંપર્ક કરી કર્મચારીને વિશ્વાસમાં લીધો : જામનગર અને ભાવનગરના સહિત ત્રણ શખ્સો દ્વારા 16.51 લાખની છેતરપિંડી : સાયબર ક્રાઈમ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરાઇ

જામનગરમાં આવેલી લીમીટેડ કંપનીમાંથી રાજસ્થાન, જામનગર અને ભાવનગરના ત્રણ શખ્સોએ વેપારી પેઢી બનાવી ખોટી ઓળખ ઉભી કરી 16.51 લાખની ખરીદ કરી પૈસા નહીં ચૂકવી છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

છેતરપિંડીના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં બુ્રક બોન્ડ ગ્રાઉન્ડ સામે આવેલી ઓશિયાનિક ફુડ લીમીટેડ નામની કંપનીમાં રાજસ્થાનના રવિકુમાર નાયી દદ્વારા સિગ્મા એન્ટરપ્રાઈઝ નામની પ્રોપરાઈટર પેઢી બનાવી વેપારી તરીકે ખોટી ઓળખ આપી જામનગરના રાહુલ ગાગીયા અને ભાવનગરના નિકુંજ ગોસ્વામી સહિતના ત્રણેય શખસોએ લીમીટેડ કંપનીના કર્મચારી જયદીપ મહેન્દ્રભાઈ ભૂતને વોટસએપના માધ્યમથી સંપર્ક કરી વિશ્વાસમાં લઇ કંપનીમાંથી રૂા.16,51,650 ની કિંમતનું ડીહાઈટ્રેટ ઓનિયનની ખરીદી કરી હતી. ત્યારબાદ આ માલના વેંચાણના પૈસાની જયદીપભાઈ દ્વારા ઉઘરાણી કરવામાં આવતા ત્રણેય શખ્સોએ આ સામાનની કિંમતના પૈસાની ચૂકવણી નહીં કરી વિશ્ર્વાસઘાત કર્યો હતો. અવાર-નવાર ઉઘરાણી છતા પૈસાની ચૂકવણી કરવમાં ન આવતા આખરે કંપનીના કર્મચારી દ્વારા રાજસ્થાનની પેઢીના પ્રોપરાઈટર તથા જામનગર અને ભાવનગરના બે સહિતનાા ત્રણ શખ્સો વિરૂધ્ધ વિશ્વાસઘાત-છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સાયબર ક્રાઈમ પીઆઈ આઈ.એ. ધાસુર તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular