કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ લાભ વધુ નાગરિકો મળે તે હેતુથી ધારાસભ્ય દ્રારા અનોખી પહેલ કરવામા આવી. મોબાઇલ વાહન સાથે સેવા રથ કાર્યરત કરવામા આવ્યો.

જે સેવા રથ વિવિધ વિસ્તારોમાં જઈને નાગરિકો તેમના આંગણે સરકારી યોજનાનો લાભ આપવા મદદરુપ થશે.ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્રારા સેવા રથ કાર્યરત કરવામા આવ્યો.નાગરીકોને સરકારી કચેરીઓમા ધકકી ના ખાવા પડે અને નાગરિકો ઘરઆંગણે સરકારી યોજનાનો લાભ મળે તે હેતુથી સેવા રથ કાર્યરત કરવામા આવેલ. આ સેવા રથ શનિવાર અને રવિવારે વિવિધ વિસ્તારોમાં ફરશે સાથે રહેલ ટીમ યોજનાઓ માહિતી આપી નાગરિકો મદદરૂપ થશે.