Wednesday, May 27, 2026
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોનો અનોખો નિર્ણય - VIDEO

જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારોનો અનોખો નિર્ણય – VIDEO

ઇંધણ બચત માટે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો સરકારી વાહનનો મર્યાદિત ઉપયોગ કરવાનો સંકલ્પ

જામનગર મહાનગરપાલિકાના નવા હોદ્દેદારો દ્વારા વડાપ્રધાનની ઇંધણ બચત અંગેની અપીલને ધ્યાનમાં રાખીને સરકારી વાહનોના વિવેકપૂર્ણ ઉપયોગનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના નવા મેયર મોનિકાબેન વ્યાસ તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી દ્વારા સરકારી વાહનનો બને તેટલો ઓછો અને જરૂરી હોય ત્યારે જ ઉપયોગ કરવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણીએ જણાવ્યું હતું કે તેઓ પોતાના ઘરેથી પાલિકા કચેરી સુધી આવવા-જવા માટે પોતાના સ્કૂટરનો ઉપયોગ કરશે. સાથે જ તેમણે શહેરના નાગરિકોને પણ અપીલ કરી હતી કે બને ત્યાં સુધી ઇંધણનો બચાવ કરે અને જરૂરી હોય ત્યારે જ વાહનોનો ઉપયોગ કરે.

- Advertisement -

મેયર મોનિકાબેન વ્યાસ અને ચેરમેન ધીરેન મોનાણીનો આ નિર્ણય પર્યાવરણ સુરક્ષા અને ઇંધણ બચત તરફનું પ્રેરણાદાયી પગલું માનવામાં આવી રહ્યું છે. સરકારી વાહનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી જનતા સમક્ષ એક સકારાત્મક સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular